- ડાંગ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી
- જિલ્લામાં 9 નવા ચહેરાને સ્થાન
- જિલ્લા અને તાલુકાના ફક્ત 4 ઉમેદવારો રિપીટ
- આહવા તાલુકામાં 16 બેઠકો માટે નવા ચહેરાઓને ટિકિટ
ડાંગ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ દ્વારા જિલ્લા અને તાલુકાની તમામ બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસના ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસ તરફથી હજુ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી.
પક્ષ પલટો કરનારા 6ને ટિકિટ
2020ના ડિસેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ કોંગી નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા 6 ઉમેદવારોને ભાજપે ટિકિટ આપીને માસ્ટર સ્ટ્રોકનો દાવ ખેલ્યો છે. ગુરુવારે કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કરી વઘઇ જિલ્લા પંચાયતની બેઠક ઉપર દાવેદારી કરતાં કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ ઉપરાંત જિલ્લામાં 9 નવા ચહેરાઓ તેમજ 3 ઉમેદવારોને રિપીટ કર્યા છે.