ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લો કોરોના મુક્ત બન્યો, કોરનાને કારણે એકપણ મૃત્યુ નહીં - not a single death due to Corona

ગુજરાત રાજ્યમાં કોરોનાં રિકવરી રેટ 90.17 ટકા છે. ત્યારે ડાંગ જિલ્લામાં કોરોના પોઝિટિવ તમામ દર્દીઓ સાજા થઈ ગયા છે. ડાંગ જિલ્લામાં કુલ 110 પોઝિટિવ કેસો નોંધાયા હતા. હાલ આ તમામ કેસોની 100 ટકા રિકવરી થઈ ગઈ છે એવું કહી શકાય. તેમજ કોરોના વાઈરસનાં કારણે જિલ્લામાં એકપણ મૃત્યુ નોંધાયું નથી.

કોરોના મુક્ત
કોરોના મુક્ત

By

Published : Oct 31, 2020, 7:32 PM IST

Updated : Oct 31, 2020, 7:57 PM IST

  • ડાંગ જિલ્લામાં કુલ 110 પોઝિટિવ કેસો નોંધાયા
  • તમામ કેસોની 100 ટકા રિકવરી
  • કોરોના વાઈરસનાં કારણે જિલ્લામાં એકપણ મૃત્યુ નોંધાયું નથી

ડાંગ : ગુજરાત રાજ્યમાં કોરોનાં રિકવરી રેટ 90.17 ટકા છે. ત્યારે ડાંગ જિલ્લામાં કોરોના પોઝિટિવ તમામ દર્દીઓ સાજા થઈ ગયા છે. ડાંગ જિલ્લામાં કુલ 110 પોઝિટિવ કેસો નોંધાયા હતા. હાલ આ તમામ કેસોની 100 ટકા રિકવરી થઈ ગઈ છે, એવું કહી શકાય. કોરોના વાઈરસનાં કારણે જિલ્લામાં એકપણ મૃત્યુ નોંધાયું નથી.

કોરોના વાઈરસના સંક્રમિત દર્દીઓ 100 ટકા રિકવર થઈ ગયા

ગુજરાત રાજના છેવાડે આવેલા આદિવાસી બહુલક ધરાવતો ડાંગ જિલ્લો કોરોનાં મુક્ત જિલ્લો બની ગયો છે. હાલ ડાંગ જિલ્લામાં કોરોનાં વાઈરસનો એકપણ સક્રિય કેસ નથી. જિલ્લામાં કુલ 110 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. ગુજરાત રાજ્યનો રિકવરી રેટ 90.17 ટકા છે, ત્યારે ડાંગ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમિત દર્દીઓ 100 ટકા રિકવર થઈ ગયા છે.

અત્યાર સુધી કુલ 17,574 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા

એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા જ તેનું હાર્ટ એટેકથી મૃત્યુ નોંધાયું હતું. જેને આરોગ્ય વિભાગ દ્વાર કોરોના મૃત્યુ કેસમાં ગણતું નથી. જિલ્લામાં અત્યાર સુધી કુલ 17,574 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે હાલ એકપણ રિપોર્ટ પેન્ડિંગ નથી. હાલમાં 135 વ્યક્તિઓને ક્વરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે 5212 વ્યક્તિઓએ પોતાના ક્વોરેન્ટાઇન પિરિયડ પૂરો કર્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે

ડાંગ જિલ્લા રોગચાળા અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્ય મથક આહવામાં 5 કન્ટેનમેન્ટ ઝોન, તે સિવાય કોટબા, ચિચપાડા, અને શામગહાન ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરીને કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન કોઈ શંકાસ્પદ કે લક્ષણ ધરાવતો કેસ મળ્યો ન હોવાથી સેમ્પલ લેવામાં આવ્યા નથી.

કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાને કારણે કોરોના મુક્ત થયો

કોરોના વાઇરસ અંગેનાં નોડેલ ઓફિસર જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. ડામોરના નેતૃત્વ હેઠળ કોરોના વાઇરસ અંગેની ગાઈડલાઇનનું અનુસરણ કરી ડાંગ જિલ્લો કોરોનાં મુક્ત બન્યો છે.

Last Updated : Oct 31, 2020, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details