ગુજરાત

gujarat

ETV Bharat / state

'મહા' વાવાઝોડાની આગાહીઃ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ

ડાંગઃ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી મહા વાવાઝોડાની આગાહી બાદ રાજ્ય સરકાર સતર્ક થઈ છે. આ સાથે જ ડાંગનું પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે. અહીં ઉભી થનાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે.

By

Published : Nov 4, 2019, 7:59 PM IST

dang Administration

ડાંગ કલેકટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ આજરોજ જિલ્લાના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક યોજાઈ હતી. અરબી સમુદ્રમાં સિસ્ટમ ઉભી થઇ છે, પરિણામે સંભવિત વાવાઝોડા સામે તકેદારીના ભાગરૂપે કેવી રીતે કામગીરી કરવી તે અંગે કલેકટર શ્રી ડામોરે જણાવ્યું હતું કે સબંધિત વિભાગોએ તેમના એકશન પ્લાન તૈયાર કરી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સાબદા રહેવું.

ડાંગમાં મહા વાવાઝોડાની આગાહીને પગલે સતર્કતા બેઠક યોજાઈ
ડાંગમાં મહા વાવાઝોડાની આગાહીને પગલે સતર્કતા બેઠક યોજાઈ


હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તા.6થી 7 નવેમ્બર સુધી દરમિયાન ડાંગ જિલ્લામાં પણ મહત્તમ અસર થવાની સંભાવનાને પગલે ઉપસ્થિત થનાર પરિસ્થિતિને લક્ષમાં રાખી રાહત બચાવ કામગીરીના આગોતરા તમામ પગલા લેવા, તમામ અધિકારી/કર્મચારીઓએ હેડકવાર્ટરમાં હાજર રહેવા તથા કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહેવા અને કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવા સમયે પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા કલેકટર એન.કે.ડામોરે તાકીદ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details