- ડાંગ જિલ્લામાં કોરોનાને લઈને વહીવટી તંત્ર સજ્જ
- પૂરતાં પ્રમાણમાં બેડ, ઑક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ
- ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે કુલ 320 કેસો નોંધાયા
ડાંગ:ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત, મુત્યુનાં કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. જેને લઈને ડાંગ વહીવટી તંત્ર હરકતમાં આવી કોરોનાની સારવાર માટે તમામ વ્યવસ્થાઓની સગવડ કરવા ઝડપી કામગીરીમાં લાગ્યું છે.
કોરોના સંક્રમણ વધતા ડાંગ વહીવટી તંત્ર હરકતમાં, ઑક્સિજન બેડની કામગીરી શરૂ આ પણ વાંચો:ગાંધીનગર જિલ્લામાં 2,300 બેડની વ્યવસ્થા તેમજ સિવિલમાં ઓક્સિજનના 100 બેડ વધારાયા
સરકારની સહાયથી જિલ્લામાં RT PCR લેબ તૈયાર થઈ રહી છે: કલેક્ટર
ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે કુલ 320 કેસો નોંધાયા છે. જેમાં, ઍક્ટિવ કેસો 52 અને કુલ 268 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. ડાંગ કલેક્ટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે 10 લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે, જિલ્લાની 3 CHC હોસ્પિટલમાં દરેક હોસ્પિટલ દીઠ 10-10 ઑક્સિજન બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે અઠવાડિયામાં તૈયાર થઈ જશે. આ ઉપરાંત, આહવા કોવિડ હોસ્પિટલમાં 100 અને CCCમાં 100 એમ કુલ 200 બેડ કોરોનાં દર્દીઓ માટે તૈયાર કરવામાં આવેલા છે. ડાંગ કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં RT PCR લેબ ન હતી. પરંતુ, સરકારની સહાયથી RT PCR ટેસ્ટ ઝડપથી તૈયાર થઈ રહ્યાં છે.
આ પણ વાંચો:લ્યો બોલો, હોસ્પિટલમાં બેડ ખૂટે છે તેનાથી ભાજપ પ્રદેશ પ્રમુખ અજાણ!