ગુજરાત

gujarat

ETV Bharat / state

સાપુતારા-વઘઇ આંતરરાજ્ય ધોરીમાર્ગ પર દ્રાક્ષ ભરેલો ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો - dang accident

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શિવારીમાળ-ચીખલી નજીકનાં વળાંકમાં દ્રાક્ષનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પલ્ટી મારી જતાં ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

dang accident
સાપુતારા વઘઇ આંતરરાજ્ય ધોરીમાર્ગ પર દ્રાક્ષ ભરેલો ટેમ્પો પલટી જતા ગંભીર અકસ્માત

By

Published : Apr 11, 2020, 5:34 PM IST

ડાંગ : જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શિવારીમાળ-ચીખલી નજીકનાં વળાંકમાં દ્રાક્ષનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પલ્ટી મારી જતાં ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ શનિવારે મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દ્રાક્ષનો જથ્થો ભરી રાજસ્થાન જયપુર જઈ રહેલો આઈસર ટેમ્પાને અકસ્માત નડ્યો હતો. આઈસર ટેમ્પો.ન.એમ.એચ.15.જી.વી.9065, જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શિવારીમાળ ચીખલી નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ટેમ્પો સહિત દ્રાક્ષનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને નજીવી ઇજાઓ પહોંચતા તેઓનો ચમત્કારિક બચાવ થયેલી હોવાની વિગતો મળી છે. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details