પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા એસ.પી.શ્વેતા શ્રીમાળી તથા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.કવાની સૂચનાના આધારે ડાંગ જિલ્લા એલ.સી.બી.પી.એસ.આઈ. પી.એચ.મકવાણા તથા હે.કો.રણજીત યુ.પવારની ટીમે નાસતાફરતાં આરોપીઓને પકડવાની ડ્રાઈવ હાથ ધરી હતી,
ડાંગ પોલીસે પ્રાણી ક્રૂરતા અધિનયમ હેઠળ નાસતો ફરતો આરોપી ઝડપ્યો
ડાંગ જિલ્લાની એલસીબી પોલિસની ટીમે વઘઇ પોલીસ સ્ટેશનનો પ્રાણી ક્રૂરતા અધિનયમ હેઠળનો નાસતાફરતાં આરોપીને ઝડપી લઇ અટકાયત કરી છે. તેમ જ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ડાંગ પોલીસે પ્રાણી ક્રૂરતા અધિનયમ હેઠળ નાસતો ફરતો આરોપી ઝડપ્યો
આ ડ્રાઈવ અંતર્ગત બાતમીના આધારે ડાંગ એલ.સી.બી પી.એસ.આઈ.તથા પોલીસની ટીમે સોમવારે વઘઇ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુના. રજી.ન.19/2019 પ્રાણી ક્રૂરતા અધિનીયમ 1960ની કલમ (11)(ડી)(ઈ) તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા 2017ની કલમ-6 ક(1)8(4) તથા મોટર એક્ટ સુધારો એમ.વી.એક્ટ કલમ.ન.125(ઈ)તથા ઈ. પી.કો કલમ 427 મુજબનો નાસતા ફરતા આરોપી પ્રકાશભાઈ બુધ્યાભાઈ પવાર.રહેવાસી ગોળષ્ઠાનેે મુખ્યમથક આહવાનાં ડાંગ સેવા મંડળ ખાતેથી ઝડપી પાડયો હતો.