ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ ભાજપના હોદ્દેદારોએ પડતર પ્રશ્નો મુદ્દે કેન્દ્રીય પ્રધાન ગણપત વસાવાને કરી રજુઆત - વિકાસ

ડાંગઃ ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ તેમજ અન્ય પદાધિકારીઓએ કેન્દ્રીય પ્રધાન ગણપત વસાવા સાથે મંગળવારે મુલાકાત કરી હતી. ભાજપના નેતાઓએ કેન્દ્રીય પ્રધાન સમક્ષ રસ્તા, તળાવ, શિક્ષણને લગતી વિવિધ સમસ્યાઓ અંગે રજુઆત કરી હતી.

ડાંગ ભાજપના હોદ્દેદારોએ કેન્દ્રીય પ્રધાન ગણપત વસાવાને કરી રજુઆત

By

Published : Aug 21, 2019, 1:27 AM IST

ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યાની આગેવાનીમાં તાલુકા પ્રમુખ નરેશભાઈ ગવળી, આહવા ગ્રામ પંચાયતનાં સામાજીક કાર્યકર જીતુભાઈ , ભાજપ માજી મહિલા પ્રમુખ ચંદ્રકલાબેન તથા અન્ય સામાજીક કાર્યકરોએ ગતરોજ ગુજરાત રાજય આદિજાતી અને વન વિભાગનાં કેબીનેટકક્ષાનાં પ્રધાન ગણપતભાઈની ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી.

ડાંગ જિલ્લામાં વન વિભાગ હસ્તકનાં વિવિધ રસ્તાઓ જે જર્જરિત અને ખડધજ હાલતમાં છે. જેનાં કારણે વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલાક ગામોના લોકો વાહન વ્યવહારથી પણ વંચિત છે તો કેટલાક ગામોમાં 108 પણ જઈ શકતી નથી. જેથી આવા ગામોમાં રસ્તાઓ બને તેમજ જુના રસ્તાઓનું નવીનીકરણ થાય તેવી માગ કરી હતી.

આ ઉપરાંત ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા નગરમાં આવેલ તળાવનું કામ હજુ અધુરૂ છે. તે પુરૂ કરવા તેમજ ગ્રાન્ટ વધારવા માગણી કરી હતી. એકલવ્ય મોડેલ રેસીડન્સી શાળાઓમાં ડાંગના સ્થાનિક વિધાર્થીઓને ભાગ્યેજ પ્રવેશ આપવામાં આવે છે. આ શાળામાં 30 ટકા સુધી સ્થાનિક વિધાર્થીઓને એડમીશન આપવા બાહેધરી આપી હતી. કેન્દ્રીય પ્રધાન ગણપતભાઈ વસાવાએ આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details