ડાંગમાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને ગીરા નદીના વહેણમાં વધારો થતાં વઘઇ નજીક આવેલા ગીરા ધોધનું રોદ્ર સ્વરુપ જોવા મળ્યું હતું. પાણીના વહેણમાં વધારો થતાં ગીરાધોધ સોલેકળાએ ખીલી ઉઠ્યો હતો. ગીરાધોધની મઝા માણવા દૂર-દૂરથી પ્રવાસીઓના ઉમટી પડ્યાં હતા.
વરસાદમાં વઘઇ નજીક આવેલાં ગીરાધોધનો નજારો માણવા પ્રવાસીઓની ભીડ ઉમટી - ડાંગ
ડાંગઃ જિલ્લામાં સતત વરસી રહેલાં ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લો પાણીમાં તરબોળ થયો છે. ત્યારે વઘઇ નજીક આવેલાં ગીરાધોધનો સુંદર નજારો માણવા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી.
વરસાદમાં વઘઇ નજીક આવેલાં ગીરાધોધનો નજારો માણવા પ્રવાસીઓની ભીડ ઉમટી
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં રવિવાર સવારથી જ ભારે વરસાદના પગલે આહવામાં 60 mm, વઘઇમાં 67 mm, સુબિરમાં 124 mm જ્યારે ગિરિમથક સાપુતારામાં 69 mm વરસાદ નોંધાયો હતો.