- આહવા ખાતે યોજાઈ કોવિડ-19ની સમીક્ષા બેઠક
- પ્રભારીમંત્રી રમણ પાટકરની ઉપસ્થિતિમાં મળી ઉચ્ચસ્તરીય બેઠક
- ડાંગ જિલ્લાના પોતાના ઓક્સિજન પ્લાન્ટ માટે મળી વહીવટી મંજુરી
ડાંગ: રાજ્ય વન અને આદિજાતિ કલ્યાણ પ્રધાન રમણલાલ પાટકરે કોરોનાના વિશ્વવ્યાપી સંકટ પાછળ રાજ્ય સરકાર રાતદિવસ સંવેદનશીલ નિર્ણયો લઈને પ્રજાજનોની જરૂરિયાતો પૂરી કરી રહી છે તેમ જણાવ્યું હતુ. ડાંગ જિલ્લામા એકમાત્ર સરકારી સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય કોઈ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ નથી, અહીં ઓક્સીજન સપ્લાય, રેમડેસીવીર ઇન્જેક્શન સહીત વેન્ટીલેટર અને બેડ સહિતની આવશ્યક સાધન સેવા બાબતે જરૂર પડયે ડાંગના ધારાસભ્યના ફંડમાંથી પણ ખર્ચ કરી શકાશે તેમ જણાવ્યુ હતુ.
ગ્રામ્ય સ્તરે આરોગ્યકર્મીઓની ટીમ બનાવી લોકોને ઘરે જ સારવાર આપવાની વ્યવસ્થા કરવી- રમણ પાટકર
કોરોના સંકટમાંથી હેમખેમ બહાર આવવા માટે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ પરસ્પર સહયોગ અને સંકલન સાથે ચોક્કસ રણનીતિ ઘડવી પડશે તેમ જણાવી પાટકરે ડાંગ જિલ્લાના ગામમાં શરદી, ખાંસી, તાવ જેવા પ્રારંભિક લક્ષણો ધરાવતા દર્દીઓની યાદી તૈયાર કરવા માટે સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીઓ સાથે જે તે વિસ્તારના તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની ટીમે ઘરે ઘરે ફરીને યાદી તૈયાર કરવી જોઈએ તેમ જણાવ્યું હતુ. ત્યાર બાદ આવા દર્દીઓને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમ દ્વારા રુટ બનાવી ઘરે ઘર સુધી જઈને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર આપવાની પદ્ધતિ અમલી બનાવવાનુ સૂચન કર્યું હતુ. જેનાથી ગ્રામ્યસ્તરે જ આવા દર્દીઓને સારવાર ઉપલબ્ધ થતા સિવિલ હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે તેમ પણ પ્રધાને વધુમા ઉમેર્યું હતુ.
આ પણ વાંચો:લુણાવાડામાં કોવિડ-19 નિયંત્રણ, સર્વેલન્સ, ટેસ્ટિંગ અને સારવાર અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખવું જરૂરી
પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિ અનુસારની સારવાર પણ પ્રજાજનોને મળી રહે અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુષ મંત્રાલયે સુચવેલા અમૃતપેય ઉકાળા અને શમશમની વટીના મોટાપાયે વિતરણ ઉપર ભાર મુકતા પ્રભારીમંત્રી રમણલાલ પાટકરે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમા યોજાતા શુભ-અશુભ પ્રસંગોમાં કોરોના પ્રોટોકોલ જળવાઈ તે ખુબ જ જરૂરી છે તેમ જણાવી ગ્રામ્ય વિસ્તારોમા આ બાબતે વધુ જાગૃતિ કેળવાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતુ.
લોકોમાં વેક્સિન અંગે જાગૃતિ આવે તે જરૂરી છે