- સાપુતારા હોટેલ એસોસિએશનના સેક્રેટરી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
- સેક્રેટરી દ્વારા બોગસ દસ્તાવેજો રજૂ કરી જમીન પચાવી હોવાનો આરોપ
- કોર્ટ દ્વારા સેક્રેટરીના આગોતરા જામીન નામંજૂર કર્યા
સાપુતારા લેક્વ્યુ હોટેલ મિલ્કતના બોગસ દસ્તાવેજ બાબતે કોર્ટે આગોતરા જમીન નામંજુર કર્યા - lake view hotel
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાની નામાંકિત લેક્વ્યુ હોટલની મિલ્કતના બોગસ દસ્તાવેજ ઉભા કરી છેતરપિંડી કરવાના કેસમાં નામદાર સેશન કોર્ટ દ્વારા હોટલ એસોસિએશનના સેક્રેટરી તુકારામ કર્ડિલે અને કે. કે. પટેલના આગોતરા જામીન નામંજુર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ડાંગ : ગિરિમથક સાપુતારા ખાતે ગુરૂકૃપા ગેસ્ટ હાઉસના નામે ચાલી આવેલી મિલ્કતના અસલ વારસદાર ઈંદર હરચોમલ બસંતાણીએ સાપુતારા પોલીસ મથકમાં નોંધાવ્યા પછી હોટલ લેક્વ્યુના બોગસ દસ્તાવેજ બનાવી માલિક બની બેઠેલા હોટલ એસોસિએશનના સેક્રેટરી તુકારામ કર્ડિલેએ ધરપકડથી બચવા માટે નામદાર સેશન કોર્ટમાં આગોતરા જામીનની અરજી મૂકી હતી. પરંતુ નામદાર કોર્ટે આ આરોપીઓની ગુનાની ગંભીર નોંધ લઇને આગોતરા જામીન રદ કરી તુકારામ કર્ડિલે તથા કે. કે. પટેલનાઓની ધરપકડનો માર્ગ ખુલ્લો મુકતા ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : કચ્છમાં ખેતીની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી ખેતધીરાણ મેળવતો આરોપી ઝડપાયો
ફરિયાદીને તેના મુળ અધિકારોથી વંચિત રાખી ભોગવટો કર્યાનો ગુનો
ગિરિમથક સાપુતારા ખાતે આવેલો પ્લોટ નં. 4 અને સીટી સર્વે 4,47,448 વાળી કુલ 3,219 ચોરસ મીટર જમીન પર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના બોરગાવના રહીશ અને દૂધ સપ્લાયનો વ્યવસાય કરતા હતા. સાપુતારા હોટેલ એસોસિએશનના સેક્રેટરી તુકારામ અમૃત કર્ડિલે અને તેના ભાગીદારમાં કે. કે. પટેલ નામના ઈસમો દ્વારા ગેરકાયદેસર મંડળી બનાવી તથા પૂર્વ આયોજીત કાવતરું રચીને બોગસ વિલ પાવર ઓફ એટર્ની ઉભી કરી ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હતા. ફરિયાદીને તેના મુળ અધિકારોથી વંચિત રાખી ગેરકાયદેસર ભોગવટો કરી ગુનો આચાર્યો હોવાનો ચોંકાવનારી ફરિયાદ તા 05-05-2021ના રોજ આ મિલ્કતના મૂળ વારસદારે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : લૂંટેરી દુલ્હન જૂનાગઢ પોલીસના સકંજામાં, બોગસ લગ્ન કરી ઠગાઈ બાદ યુવતી હતી ફરાર
સેશન કોર્ટ દ્વારા આરોપીના જામીન ના મજૂર કર્યા
આરોપીઓમાં તુકારામ અમૃત કર્ડિલે અને કાંતિભાઈ કરશનભાઈ પટેલએ આગોતરા જામીન મેળવવા માટે નામદાર સેશન કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ નામદાર સેશન કોર્ટ દ્વારા આ મિલ્કતના ગુનાની ગંભીર નોંધ લઈને આ બન્ને આરોપીઓના જામીન નામંજુર કરતા સાપુતારા હોટલ એસોસિએશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલમાં ડાંગ પોલીસ વિભાગ દ્વારા આ બન્ને આરોપીઓની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.