ડાંગઃ દેશ તેમજ ગુજરાતનું ગૌરવ વધારનારી ડાંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી એશિયન ચેમ્પિયન 2018માં 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડ સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી.
ડાંગના કરાડીઆંબા ગામની રહેવાસી સરિતા ગાયકવાડે દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. એશિયન ગેમ્સમાં ગુજરાત રાજ્યને એથ્લેટીક્સમાં પ્રથમ ગોલ્ડ અપાવનારી સરિતા ગાયકવાડ ડાંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ જેવાં નામોથી પ્રખ્યાત છે. હાલમાં તો આ ગોલ્ડન ગર્લને 1 કિલોમીટર ચાલીને પાણી ભરવા જવું પડે છે. દેશ માટે ગોલ્ડ મેડલ જીતી લાવનારી સરિતા ગાયકવાડને પાણી માટે વલખાં મારવા પડે છે.
1 કિલોમીટર સુધી દૂર કુવામાંથી પણી ખેચ્યા બાદ બેડામાં પાણી લઈને જવું પડે છે. પાણીની સમસ્યા બાબતે સરિતા ગાયકવાડ જણાવે છે કે, હું પહેલાં ઘરની બહાર રહેતી હોવાના કારણે ગામમાં પાણીની સમસ્યાઓ બાબતે વધારે ખ્યાલ ન હતો, પણ હાલ લોકડાઉનના કારણે ઘરે રહેવાથી ખ્યાલ આવ્યો કે, પાણી બાબતે ઘણી સમસ્યાઓ થઈ રહી છે. પાણી પુરવઠામાંથી ઢોર ઢાંખર માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે પીવાના માટે 1 કિલોમીટર દૂર કુવાએ પાણી લેવા જવું પડે છે.
પાણી પુરવઠા દ્વારા ઘરઘર નળ કનેક્શન કરવામાં આવ્યાં છે, પણ પાણી હજૂ મિસ્ટર ઈન્ડિયાની જેમ ગાયબ છે. વૃદ્ધ અને એકલા રહેતા લોકોને દૂર દૂરથી પાણી લાવવામાં ઘણી તકલીફો પડે છે.
ડાંગ એક્સપ્રેસ 1 KM દૂર ચાલીને પાણી ભરવા જાય છે... ડાંગ એક્સપ્રેસ 1 KM દૂર ચાલીને પાણી ભરવા જાય છે ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લો પહાડી વિસ્તાર ધરાવતો હોવાથી વરસાદનું પાણી વહી જાય છે. જેના કારણે ઉનાળામાં ડાંગના આદિવાસીઓને પાણી માટે ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે સરિતાના ગામ સહિત અન્ય નજીકનાં ગામડાઓમાં પણ પાણીની તંગી વર્તાય છે.
ડાંગ એક્સપ્રેસ 1 KM દૂર ચાલીને પાણી ભરવા જાય છે