ડાંગઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સુબિર તાલુકામાં સમાવિષ્ટ મોખમાળ ગામે આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે હાર્દિજ જરીવાલા ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનાર રમતવીર બહેનોને ઍવોડ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
#HappyWomensDay : વિશ્વભરમાં દેશનું નામ રોશન કરનાર દિકરીઓનું મોખામાળ ગામે સન્માન - દેશનું નામ રોશન કરનાર દિકરીઓનું સન્માન
વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે ડાંગના મોખમાળ ગામે સુરત જિલ્લાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતવીરો બહેનોનું હાર્દિક જરીવાલા ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ડાંગ જેવાં આદિવાસી વિસ્તારમાંથી પણ હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બાળકો રમત કક્ષાએ ભાગ લઇ રહ્યાં છે. પણ આ બાળકોને પ્રોત્સાહન જરૂર છે. હાર્દિક જરીવાલા ફાઉન્ડેશન ના પ્રયાસ થકી અંતરિયાળ વિસ્તારનાં બાળકોને રમત ગમત ક્ષેત્રે ઉપરાંત જીવનનાં ભાવિ ઘડતર માટે પ્રેરણાદાયી શીખ મળે તે માટે સુરત જિલ્લાની 11 રમતવીર બહેનોને મોખામાળ ગામે ઍવોડ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ખાસ કરીને ગ્રામીણ અંતરીયાળ વિસ્તારની વિદ્યાર્થીનીઓ આળગ વધીને પોતાના માબાપ અને ગામનું નામ રોશન કરે. સ્કેટર રમતમાં ભારતને તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે સિલેક્ટ થયેલ ધારા પટેલે જણાવ્યું હતું કે મહિલાઓ ઈચ્છે તો કાંઈ પણ કરી શકે છે. મહિલા ફક્ત રસોડા પૂરતી જ નથી રહી તેઓ દેશ દુનિયામાં દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. વધું માં તેણે જણાવ્યું હતું કે એક સ્ત્રી તરીકે હું ગર્વ અનુભવું છું અહીં અંતરિયાળ વિસ્તારનાં બાળકોને પ્રોત્સાહિત કરવાં અને ઍવોડ બદલ હાર્દિક જરીવાલા ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.
મોખામાળ ગામની પ્રાથમિક શાળામાં ચેરીટ વર્ક કરનારા રાજ જરીવાલાએ જણાવ્યું હતું કે તેઓ આ શાળામાં છેલ્લાં 7 વર્ષથી શિક્ષણ, હેલ્થકેર, હાઇજિન, પોષણ ને સ્પોર્ટ્સ વગેરેની એક્ટિવિટીઓ કરે છે ત્યારે આ વખતે કંઈક નવા વિચાર સાથે અંતરીયાળ વિસ્તારનાં બાળકોને પ્રોત્સાહન મળે તે માટે સુરત જિલ્લાનું નામ રોશન કરનાર આંતર રાષ્ટ્રીય કક્ષાની રમતવીર બહેનોનું શાળામાં સન્માન કરવામાં આવ્યું હતું. રમતવીર બહેનોએ બાળકો સાથે પોત પોતાની રમતો બાળકો જોડે રમી હતી. અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે મોખમાળ પ્રાથમિક શાળાનાં પ્રાગણમાં શાળાનાં બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજ જરીવાલાની સાથે અહેમદ દેશમુખે કર્યું હતું.