ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના વધઇ ખાતે 62 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - Number of Gujarat Corona

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે એક 62 વર્ષીય વૃદ્ધ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. આ વૃદ્ધ મહિલાને આહવા કોવિડ કેર સેન્ટર ખાતે આઇસોલેટ કરવામાં આવી છે.

ડાંગ જિલ્લાના વધઇ ખાતે 62 વર્ષીય વૃદ્ધાનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ડાંગ જિલ્લાના વધઇ ખાતે 62 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

By

Published : Jul 22, 2020, 9:10 PM IST

ડાંગઃ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતેનાં મંદિર ફળિયામાં વધુ એક 62 વર્ષીય વૃદ્ધ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. આ વૃદ્ધ મહિલાને આહવા કોવિડ કેર સેન્ટર ખાતે આઇસોલેટ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસનાં આજદિન સુધીમાં કુલ 13 કેસો નોંધાયા છે. જેમાંથી 8 કેસ રિક્વર થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ 5 કેસ કોવિડ કેર સેન્ટર, સિવિલ હોસ્પિટલ આહવા ખાતે સારવાર હેઠળ છે.

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતેનાં અંબામાતાનાં મંદિર ફળિયામાં રહેતી 62 વર્ષીય વૃદ્ધ મહિલાનો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈ સુરત મેડિકલ કોલેજમાં મોકલાવાયું હતું. બુધવારે મોડી સાંજે વઘઇની આ 62 વર્ષીય વૃદ્ધ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી.

ડાંગ જિલ્લાનાં આરોગ્ય વિભાગની ટીમે કોરોના પોઝિટિવ 62 વર્ષીય વૃદ્ધ મહિલાને સારવાર માટે કોવિડ કેર હોસ્પિટલ આહવા ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી સાથે આ વૃદ્ધ મહિલાનાં પરિવારને પણ હોમ ક્વરેન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી હતી.

હાલમાં પ્રવેશદ્વાર વઘઇનાં અંબામાતા મંદિર ફળીયા વિસ્તારમાં સંક્રમણ ન ફેલાય તે માટે ત્રણ કીમી તથા 10 કિમીની ત્રિજ્યામાં આવતા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તથા બફરઝોન જાહેર કરી સીલ કર્યા હતા.

ડાંગ જિલ્લામાં આ 1 કેસ સાથે કુલ 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. અગાઉનાં 12 પોઝિટિવ કેસમાં કોઈ લક્ષણો જણાયા ન હતા. જ્યારે વઘઇ નગરમાં આજરોજ 62 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધ મહિલાનાં કેસમાં તાવનાં લક્ષણો માલુમ પડ્યા હતા. આ પહેલા પણ ડાંગ જિલ્લામાં વૃદ્ધ વ્યક્તિઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેઓ સારવાર દરમિયાન સ્વસ્થ થઇ પોતાના ઘરે ગયા હતા. ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસનાં કારણે એક પણ મૃત્યુનો કેસ નોંધાયો નથી.

ABOUT THE AUTHOR

...view details