ડાંગઃ જિલ્લાનાં ગારખડી ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાનું સેમ્પલ ખુલ્લી જગ્યામાં અને શૌચાલયની સામે જ લેવામાં આવી રહ્યા છે. આ પી.એચ.સી.ના ડૉક્ટર્સ દ્વારા ખુલ્લામાં સેમ્પલ લેવાતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી.
ડાંગ આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી, ગારખડી ગામે શૌચાલય સામે ખુલ્લામાં કોરોનાના સેમ્પલ લેવાયા - Corona samples
ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. સુબીર તાલુકાનાં ગારખડી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં શૌચાયલની સામે જ કોરોનાના સેમ્પલ લેવાતા લોકોમાં રોષ જોવા મડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં સમાવિષ્ટ ગારખડી ગામે આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગારખડીનાં ડૉક્ટર્સ દ્વારા સ્થાનિક લોકોનાં ખુલ્લામાં અને શૌચાયલની સામે જ કોરોનાના સેમ્પલ લેવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ હતી. ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકાનાં ગામડાઓમાં હાલનાં તબક્કે કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ પ્રકારની ઘટના બનતા જિલ્લા આરોગ્ય અધિકારી ધ્યાન આપે તે જરૂરી બની ગયુ છે.