ડાંગઃ જિલ્લાનાં શામગહાન ખાતે વેલ્ડીંગનું કામ કરનારા 40 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ જિલ્લામાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 51 થઇ છે.
ડાંગમાં શામગહાનના વેલ્ડીંગવર્કસ 40 વર્ષીય યુવકને થયો કોરોના - Update of Gujarat Corona
કોરોનાની સંખ્યા દિવસેને દિવસે વધતી જાઇ છે, ત્યારે ડાંગ જિલ્લાના શામગહાન ખાતે એક 40 વર્ષના યુવાકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે આરોગ્ય તંત્ર દ્વારા યુવકના રહેણાંક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ઓગસ્ટ મહિનાનાં છેલ્લા સપ્તાહમાં કોરોના વાઇરસનું સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યુ છે, ત્યારે શામગહાન ખાતે વેલ્ડીંગનું કામ કરનારા યુવકને તાવના લક્ષણ જણાતા તેનાં કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતાં.
આ યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા યુવકના રહેણાંક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરી હતી. વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોના વાઇરસનાં કુલ કેસની સંખ્યા 51 થઇ છે. જેમાંથી 27 દર્દીઓ હાલમાં આહવા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 34 દર્દીઓ સ્વસ્થ્ય થતા રજા આપવામાં આવી છે.