ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ માટે મેના ત્રીજા સપ્તાહે પણ સારા સમાચાર : "કોરોના"ના રિકવરી રેટમાં થયો સુધારો

ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગત એપ્રિલ માસ દરમિયાન 'કોરોના'ની માઠી અસર જોયા બાદ સદ્દનસીબે, મેના બીજા અઠવાડિયા સુધી અને હવે ત્રીજા સપ્તાહે પણ રિકવરી રેટ વધવા સાથે મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે.

ડાંગ માટે મેના ત્રીજા સપ્તાહે પણ સારા સમાચાર
ડાંગ માટે મેના ત્રીજા સપ્તાહે પણ સારા સમાચાર

By

Published : May 22, 2021, 10:58 PM IST

  • જિલ્લામાં ત્રીજા સપ્તાહમાં કોરોનાં રિકવરી રેટમાં સુધારો
  • મુત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો
  • ડાંગમાં કુલ 35,072 લોકોને વેક્સિન આપવામાં આવી

ડાંગ: જિલ્લાના પ્રજાજનોને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસને અનેકવિધ પગલાઓ લઈને જાહેર સ્વાસ્થ્ય અને સલામતી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ જિલ્લાના જાગૃત જનપ્રતિનિધિઓએ પણ વ્યાપક જનસમર્થન કેળવીને 'કોરોના' સામેની લડાઈમા અગ્રેસર ભૂમિકા ભજવતા, ગત માસની સરખામણીએ મેં માસના પ્રથમ, દ્વિતિય, અને તૃતિય સપ્તાહના અંતે 'કોરોના'ના રિકવરી રેટ અને મૃત્યુ દરમાં સુધારો વર્તાયો છે. જેને લઈને ડાંગ જિલ્લામાં આશાનું નવું કિરણ દેખાઇ રહ્યું છે.

ડાંગમાં મુત્યુ દરમાં ઘટાડો નોંધાયો

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ગત માસ એટલે કે એપ્રિલ 2021 દરમિયાન "કોરોના"ના નવા નોંધાયેલા 305 કેસોની સામે 189 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેથી અહીં એપ્રિલ માસનો રિકવરી રેટ 61 ટકા નોંધાયો હતો. જ્યારે ચાલુ માસ એટલે કે મે 2021 દરમિયાન એટલે કે તા.7/5/2021 સુધી નવા 77 કેસો સામે 116 દર્દીઓને તેઓ સાજા થતા રજા આપવામા આવી હતી. જેથી મે માસના પ્રથમ સાત દિવસનો ડાંગ જિલ્લાનો રિકવરી રેટ 150.64 ટકા જેટલો રહેવા પામ્યો હતો. સાથે ડાંગ જિલ્લામાં એપ્રિલ અંતિત નોંધાયેલા 489 કેસો સામે 18 દર્દીઓના અવસાન (ડેથ રેટ 4.9 ટકા) પણ નોંધાયા છે. જેની સામે મે માસના પ્રથમ સાત દિવસો દરમિયાન નોંધાયેલા 77 નવા કેસો સામે 3 અવસાન (ડેથ રેટ 3.89 ટકા) નોંધાયો હતો.

વધુ વાંચો:જામનગરમાં કોરોનાના ભયથી અનેક લોકો માનસિક રોગના ભોગ બન્યા

મેં માસનાં ત્રીજા સપ્તાહમાં મુત્યુ દર 3.44 ટકા નોંધાયો

બીજા સપ્તાહમાં ગત તા.8/5/2021 થી તા.14/5/2021 સુધી ડાંગ જિલ્લામા નોંધાયેલા 62 કેસ સામે 60 દર્દીઓ સાજા થતા અહીં બીજા સપ્તાહનો રિકવરી રેટ 96.77 ટકા નોંધાયો છે. જ્યારે સપ્તાહ દરમિયાન એક દર્દીનું અવસાન થતા ડાંગ જિલ્લાનો બીજા સપ્તાહનો મૃત્યુ દર 1.61 ટકા રહેવા પામ્યો છે. તો ત્રીજા સપ્તાહે એટલે કે તા.15 થી 21/5/2021 સુધી જિલ્લામા નોંધાયેલા 29 કેસો સામે 61 દર્દીઓ સજા થતા અહીં ત્રીજા સપ્તાહનો રિકવરી રેટ 210.34 ટકા નોંધાયો છે. જ્યારે સપ્તાહ દરમિયાન 1 દર્દીનું અવસાન થતા ત્રીજા સપ્તાહનો મૃત્યુ દર 3.44 ટકા રહેવા પામ્યો છે.

ડાંગમાં કુલ 35,072 લોકોને વેક્સિન આપવામાં આવી

ડાંગના પ્રજાજનોને કોરોના સંક્રમણથી બચાવવા માટે અસરકારક રીતે 'વેકસીનેસન' ડ્રાઇવ પણ ચાલી રહી છે. જે મુજબ જિલ્લામા તા.21/5/2021 સુધી 2101 (84 ટકા) હેલ્થ કેર વર્કરો, 4919 (98 ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને 28052 (45+) 48 ટકા નાગરિકો મળી કુલ 35072 લોકોને વેકસીન આપી દેવામા આવી છે.

વધુ વાંચો:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ધંધુકાને 5 ઓક્સિજન કોનસંટ્રેટરનું દાન

ABOUT THE AUTHOR

...view details