ડાંગઃ નોવેલ કોરોના વાઈરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા આ વાઈરસને રોકવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગિરિમથક સાપુતારામાં જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય, આવી જગ્યાએ વાઇરસ ફેલાવાની શકયતાઓ વધી જતી હોય છે.
કોરોના ઈફેક્ટઃ સાપુતારા પ્રવાસન ઉદ્યોગ પર ગ્રહણ હાલમાં સાપુતારામાં ભીડ પણ ઓછી જોવા મળી રહી છે અને પ્રવાસીઓ પણ નહિવત જેવા મળી રહ્યાં છે. છતાં પણ તકેદારીનાં ભાગરૂપે ડાંગ કલેકટરનાં આદેશ મુજબ જાહેર સ્થળો અને સ્વિમીંગ પુલોને બંધ રાખવામાં આવેલા છે. સાપુતારાની તમામ હોટેલો અને રેસ્ટોરન્ટમાં હોટેલ એસોસિએશન દ્વારા કામદારોને માસ્ક આપવામાં આવ્યાં છે.
કોરોના ઈફેક્ટઃ સાપુતારા પ્રવાસન ઉદ્યોગ પર ગ્રહણ સાપુતારા હોટેલ એસોસિએશનના સેક્રેટરી તુકારામભાઈ કરડીલેએ જણાવ્યું હતું કે, સાપુતારામાં કલેકટરનાં તમામ સુચનોનું પાલન કરવામાં આવી રહ્યું છે. સાપુતારા હેલ્થ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સતર્કતા રાખવામાં આવી રહી છે. હોટેલમાં આવતાં તમામ પ્રવાસીઓને ચેક કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. આ સાથે તેઓના ડોક્યુમેન્ટની પણ તપાસણી કરવામાં આવે છે.
ગિરિમથક સાપુતારા મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલી હોવાથી અહીં તકેદારીનાં તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. લોકોની અવરજવર ઓછી થાય, તે માટે અહીં ટેબલ પોઈન્ટ, સાંઈ બજાર સહિત સર્કલ નજીકની તમામ લારી, ઢાબા બંધ રાખવામાં આવ્યાં છે.
કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે રવિવારે ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ટી. કે. ડામોર દ્વારા જાહેરનામું બહાર પાડીને ધારા 144 લાગું કરવામાં આવી છે. અધિક કલેકટરનાં જાહેરનામા મુજબ ડાંગ જિલ્લામાં તા. 21થી 31 તારીખ સુધી 144 ધારા અમલમાં રહેશે.