ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના કમાન્ડોઃ દરજી ઘરબેઠા માસ્ક બનાવી કરી રહ્યો છે મફત વિતરણ

ડાંગ જિલ્લાના આહ્વાના રહેવાસી વિક્રમભાઈ ચૌધરી જેઓ વ્યવસાયે દરજી કામ કરે છે. હાલમાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે માસ્ક જરૂરી હોઈ તેઓ માસ્ક બનાવી લોકોને મફત માસ્ક વિતરણ કરી રહ્યા છે.

By

Published : Mar 31, 2020, 5:15 PM IST

Corona Commando tailor making a mask and deliver its free of cost
રજી ઘરબેઠા માસ્ક બનાવી કરી રહ્યો છે મફત વિતરણ

ડાંગ: જિલ્લામાં અત્યારે કોરોના વાઇરસના કારણે લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આ લોકડાઉનની પરિસ્થિતિમાં સેવાભાવી લોકો ગરીબ અને નિઃસહાય લોકોની વહારે આવ્યાં છે. સેવાભાવી લોકો તેમનાં બનતાં પ્રયત્નો થકી માનવતા મહેકાવી રહ્યા છે. આહવાના રહેવાસી વિક્રમભાઈ ચૌધરી જેઓ વર્ષોથી દરજી કામ સાથે સંકળાયેલા છે. હાલમાં ઘરનું કામકાજ પણ બંધ હોઈ દરેક વ્યક્તિને ઘરેબેસી રહેવાનો વારો આવ્યો છે. ત્યારે આ દરજીકામ કરનાર વિક્રમભાઈ જેઓ માસ્ક બનાવીને ગરીબ લોકોને તેનું મફત વિતરણ કરી રહ્યાં છે.

રજી ઘરબેઠા માસ્ક બનાવી કરી રહ્યો છે મફત વિતરણ
વિક્રમભાઈ જણાવે છે કે, કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે માસ્કની ખૂબ જ જરૂર છે. ડાંગના ગરીબ લોકો જેઓ માસ્ક ખરીદી નથી શકતા ત્યારે આ જરૂરિયાતમંદ લોકોને તેઓ માસ્ક પૂરું પાડી રહ્યા છે. એક સેવાભાવી વ્યક્તિ દ્વારા તેઓને કાપડ લઈ આપવામાં આવ્યું હતું. જે બાદ તેઓને માસ્ક બનાવની ટેકનિક હોઈ તેઓ ઘર બેઠા આ કામ કરી રહ્યા છે. કાપડનું આ માસ્ક ધોઈને ફરીવાર ઉપયોગમાં લઈ શકાય છે. તેઓના આ કામમાં ઘરપરિવાર પણ સહભાગી થયો છે.

ABOUT THE AUTHOR

...view details