- ડાંગ જિલ્લામાં ગુરૂવારે 18 પોઝિટિવ કેસ આવ્યા સામે
- ગ્રામ્ય લેવલે કેસોમાં વધારો, કુલ એક્ટિવ કેસો 59
- 2 વ્યક્તિઓનાં કોરોનાના કારણે મૃત્યુ
ડાંગ: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં એપ્રિલ મહિનાના પ્રારંભની સાથે કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. ડાંગ જિલ્લામાં હાલમાં કોરોનાનો કહેર યથાવત રહેતા જિલ્લાની સ્થિતિ ચિંતાજનક બની છે. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવાથી હવે કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય લેવલ સુધી પહોંચી ગયું છે.
આ પણ વાંચો:રાજકોટમાં કોરોના કેસમાં 24 કલાક દરમિયાન 13 લોકોના મોત
જિલ્લામાં ગુરૂવારે 18 પોઝિટિવ કેસો નોંધાયા
ડાંગના જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ તરફથી મળેલી વિગતો અનુસાર પાછલા એકાદ અઠવાડિયાની સરખામણીએ 8 એપ્રિલે ફરી ડાંગ જિલ્લામાં 18 નવા કેસ સામે આવ્યા છે. ડાંગ જિલ્લામાં ગુરૂવારે સરવરની 15 વર્ષીય તરૂણી, પીંપરીનો 17 વર્ષીય યુવક, નડગખાદીનો 22 વર્ષીય યુવાન, સરવરની 80 વર્ષીય વૃદ્ધા, હનવતચોંડનો 45 વર્ષીય પુરૂષ, ચીકટિયાની 27 વર્ષીય યુવતી, દરાપાડાનો 17 વર્ષીય તરૂણ, બારીપાડાની 16 વર્ષીય તરૂણી, નડગચોંડનો 18 વર્ષીય યુવક, ગાઢવીની 49 વર્ષીય મહિલા, જામનવિહીરની 39 વર્ષીય મહિલા, ગાઢવીનો 18 વર્ષીય યુવાન, શિવારીમાળની 16 વર્ષીય તરૂણી, શિવારીમાળની 15 વર્ષીય તરૂણી, શુભાસ કોલોની આહવાનો 17 વર્ષીય તરુણ, મોટાબરડાનો 18 વર્ષીય યુવાન, ન.હોસ્ટેલ આહવાની 20 વર્ષીય યુવતી અને આહવાનો 45 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો:24 કલાકમાં 37 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું