ડાંગ: ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત શામગહાન પંથકમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડતા સમગ્ર ગામડાઓનાં વાતાવરણમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. સાપુતારાનાં તળેટી વિસ્તારમાં આવેલ ગાઢ વનરાજી સંપદા ઉપર ધૂમ્મસીયા વાતાવરણનો પાતળી ચાદર છવાઈ જતા ગિરીકન્દ્રાઓનાં દ્રશ્યો નયનરમ્ય જોવા મળ્યાં હતા.
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતેનાં તળેટી વિસ્તારમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત શામગહાન પંથકમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડતા સમગ્ર ગામડાઓનાં વાતાવરણમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વરસાદે લાંબા સમય સુધી વિરામ લેતા જનજીવન ચિંતામાં મુકાયુ હતુ. તેવામાં ગતરોજ સોમવારથી ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,આહવા સહિતનાં પંથકોમાં તેમજ ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા આ પંથકનાં જનજીવનમાં શ્વાસમાં આવ્યો હતો. મંગળવારે દિવસભર બફારા બાદ મોડી સાંજે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ચીખલી સહિત પંથકોનાં ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડતા શીત લહેર વ્યાપી જવા પામી હતી.
ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદે ફરી એન્ટ્રી કરતા ડાંગી ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા. જેમાં રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી ઝાપટા બાદ તળેટી વિસ્તારમાં આવેલ ગાઢ લીલીછમ ગિરીકન્દ્રા ઉપર સમયાંતરે વાતાવરણના બેનમૂન દ્રશ્યો જોવા મળ્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ વાતાવરણમાં થોડા થોડા સમયાંતરે રચાતા કુદરતી દ્રશ્યો સૌ કોઈને દિગ્મૂઢ બનાવી રહયાં છે