ડાંગઃ ઈજારદાર અર્જુનભાઇ કે.ગવળીએ જણાવ્યું હતું કે, ગિરિમથક સાપુતારા તળેટીની આજુબાજુના વિસ્તાર ધરાવતા ગામો કે જ્યાંથી લોકો સાપુતારા ખાતે મજૂરી, કામધંધો કે ખેતી પર નિર્ભર છે. હાલમાં લોકોને પડતી મુશ્કેલીઓને દુર કરવા માટે આજે આ ગરીબ લોકો માટે અનાજની કીટ વિતરણ કરવામાં આવી છે. જેમાં સોનુનિયા-52, ગોટિયામાળ-50, બરમ્યાવડ-48 અને ગુંદિયા ગામમાં 25 કીટ આપવામાં આવી છે.
સાપુતારા નોટીફાઈડ એરિયા ઈજારદાર દ્વારા ચાર ગામોના લોકોને અનાજ કીટ વિતરણ - સાપુતારા નોટીફાઈડ એરિયા ઈજારદાર દ્વારા ચાર ગામોના લોકોને અનાજ કીટ વિતરણ.
કોરોના વાઇરસના કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવતા ડાંગના સાપુતારા તળેટીના 4 ગામોમાં નોટીફાઈડ એરિયાના ઈજારદાર દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો સોનુનિયા ગામથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સાપુતારા નોટીફાઈડ એરિયા ઈજારદાર દ્વારા ચાર ગામોના લોકોને અનાજ કીટ વિતરણ.
લોકોને અપાતી આ કીટમાં 5 કિ.ગ્રા.ચોખા, 1 કિ.ગ્રા. તુવરદાળ, તેલ 1 કિ.ગ્રા., ડુંગળી-બટાકા 1-1 કિ.ગ્રા. અને 1 કિ.ગ્રા. ખાંડ આપવામાં આવી હતી.