ગુજરાત

gujarat

ડાંગ જિલ્લાનાં વાસુરણા ગામે રામ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ

By

Published : Mar 11, 2021, 6:37 PM IST

Updated : Mar 11, 2021, 7:27 PM IST

ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે. ત્યારે રામાયણમાં જેનો દંડકારણ્ય વન તરીકે ઉલ્લેખ છે તે ડાંગ જિલ્લામાં રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી દર્શન માટે ખુલ્લું મુકાયૂં છે. જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યુ છે.

ડાંગ જિલ્લાનાં વાસુરણા ગામે રામ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ
ડાંગ જિલ્લાનાં વાસુરણા ગામે રામ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ

  • અયોધ્યાના મંદિરની પ્રતિકૃતિ ધરાવતા રામ મંદિરનું નિર્માણ
  • તેજસ્વીની સંસ્કૃતિધામ ખાતે ભગવાન રામની પ્રતિકૃતિ ધરાવતા મંદિરનું નિર્માણ કરાયું
  • મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરીમાં ધજા પૂજન કરાયું

ડાંગઃ જિલ્લાના વાસુરણા ગામે તેજસ્વી સંસ્કૃતિધામના બ્રહ્મવાદીની હેતલદીદીના સાનિધ્યમાં આબેહૂબ અયોધ્યાના મંદિરની પ્રતિકૃતિ ધરાવતા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ડાંગ જિલ્લાનાં વાસુરણા ગામે રામ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ

ભક્તો માટે રામ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ

રામાયણ કાળમાં પ્રભુ રામ વનવાસ દરમિયાન દંડકારણ્ય ભૂમિ ડાંગમાં પાવન પગલાં પાડી ભીલમાતા શબરીના એંઠા બોર ખાધા હતા. આ ઐતિહાસિક સ્થાને તેજસ્વીની સંસ્કૃતિધામ ખાતે ભગવાન રામની પ્રતિકૃતિ ધરાવતા મંદિરનું નિર્માણ કરાયું છે. જેથી ડાંગની અને દક્ષિણ ગુજરાતની જનતા જે અયોધ્યા ન જઈ શકે તેવા ભાવિક ભક્તો પ્રભુ રામના દર્શન કરી શકે તે માટે ડાંગને અયોધ્યા ધામ બનાવી દીધું છે.

ડાંગ જિલ્લાનાં વાસુરણા ગામે રામ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ

આ પણ વાંચોઃ રામ મંદિરનાં નિર્માણ માટે એક મહિનામાં 1 હજાર કરોડથી વધુનું દાન એકત્ર કરાયું

દોડવીર સરિતા ગાયકવાડ ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈ

ડાંગ જિલ્લાનાં વાસુરણા ગામે રામ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ

મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરીમાં ધજા પૂજન કરી જય શ્રી રામના નારા સાથે આશ્રમમાં બનાવેલા રામ મંદિર અને રામ લલ્લાના દર્શન ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. દેશનું ગૌરવ એવી આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ પણ આ ધાર્મિક કાર્યમાં જોડાઈ હતી.

ડાંગ જિલ્લાનાં વાસુરણા ગામે રામ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ
Last Updated : Mar 11, 2021, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details