ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના સુબીર વિસ્તારમાં 200 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયાં - Congress workers join BJP

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ડાંગ જિલ્લામાં કોંગ્રેસની પરંપરાગત વોટબેંક ગણાતી સુબીર બેઠક ઉપર 200થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ પ્રધાન ગણપત વસાવાના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો હતો.

ડાંગના સુબિર વિસ્તારમાં 200 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયાં
ડાંગના સુબિર વિસ્તારમાં 200 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયાં

By

Published : Feb 24, 2021, 8:09 PM IST

Updated : Feb 24, 2021, 11:02 PM IST

  • કેબિનેટ પ્રધાન ગણપત વસાવાનો ડાંગમાં ચૂંટણી પ્રચાર
  • જિલ્લાનાં અલગ-અલગ વિસ્તારમાં 5 સભા યોજી
  • 200 થી વધુ કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયાં

ડાંગઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે પ્રધાન ગણપતસિંહ વસાવાએ સુબીર, આહવા અને વઘાઈમાં પાંચ જાહેર સભા સંબોધી હતી. જેમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક ગણાતા સુબિર તાલુકાના પીપલદહાડ સહિત ડોન વિસ્તારના કુલ 200 કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપના સૌના સાથ સૌના વિકાસ સૂત્રને અપનાવી પ્રધાન ગણપતસિંહ વસાવાના હસ્તે ભાજપનો ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાઈ ગયા હતા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રધાનને વચન આપ્યું હતું.

ડાંગના સુબિર વિસ્તારમાં 200 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયાં

ભાજપ જિલ્લા તાલુકાની તમામ બેઠકો જીતશેઃ ગણપત વસાવા

ગણપત વસાવા

પ્રધાન ગણપતસિંહ વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસના સુપડાસાફ કરવાની સાથે રાજ્યના તમામ આદિવાસી વિસ્તારની પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉપર ભાજપ જીત હાંસલ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ડાંગના સુબિર વિસ્તારમાં 200 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયાં
Last Updated : Feb 24, 2021, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details