- 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતી હેરિટેજટ્રેન બંધ
- મજુર અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ
- કોંગ્રેસ દ્વારા ટ્રેન પુનઃસ્થાપિત કરવા રજૂઆત કરાઈ
ડાંગ જિલ્લાના વઘઇથી બીલીમોરા નેરોગેજ ટ્રેન ફરી ચાલુ કરવા કોંગ્રેસની રજૂઆત - મુંબઈ વેસ્ટર્ન રેલવે અધિકારી
ડાંગ જિલ્લાની વઘઇ- બીલીમોરા નેરોગેજ ટ્રેન પુનઃસ્થાપિત કરવા માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારના રોજ મુંબઈ વેસ્ટર્ન રેલવે અધિકારીઓને રજૂઆત કરાઈ હતી.
ડાંગ જિલ્લાના વઘઇથી બીલીમોરા નેરોગેજ ટ્રેન ફરી ચાલુ કરવા કોંગ્રેસની રજૂઆત
ડાંગ : વઘઇ- બીલીમોરા ટ્રેન સહિત રાજ્યની કુલ 11 ટ્રેનો રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવી છે. જે આર્થિક રીતના ટ્રેન ન પરવડતી હોવાનું કારણ આગળ ધરી રેલવે વિભાગ દ્વારા ટ્રેન બંધ કરવામાં આવી છે. ત્યારે જિલ્લાના વઘઇ ખાતે ડાંગ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાનીમાં કોંગ્રેસના સભ્યોએ વઘઇ - બીલીમોરા ટ્રેન પુનઃસ્થાપિત કરવા માટે રેલવે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.
રેલવે અધિકારીઓને રજૂઆત કરાયેલ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વઘઇ - બીલીમોરા નેરોગેજ ટ્રેન મજુર વર્ગ માટે આશીર્વાદ રૂપ ટ્રેન હતી. લોકો અવરજવર માટે આ ટ્રેનનો ઉપયોગ કરી શકતા હતાં. અન્ય જિલ્લામાં મજૂરી કામ અર્થે સહેલાઈથી આ ટ્રેનમાં જઇ શકાતું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ આ ટ્રેન આશીર્વાદ સમાન હતી. 106 વર્ષથી ચાલતી આ હેરિટેજ ટ્રેન સાથે ડાંગી પ્રજાની ભાવનાઓ પણ જોડાયેલી છે. વિદ્યાર્થી, મજુર અને વેપારી વર્ગ માટે આ ટ્રેન ખુજ જ ઉપયોગી હતી. હેરિટેજ ટ્રેન ફરી ચાલુ રાખવામાં આવે તે માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા વેસ્ટર્ન રેલવે અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
વઘઇ - બીલીમોરા નેરોગેજ ટ્રેન દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી
વઘઇ - બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ થઈ જતા ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ દ્વારા પણ મુંબઈ વેસ્ટર્ન રેલવેમાં સમાવિષ્ટ વલસાડ ઝોનનાં અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત વઘઇ સરપંચ સહિત વેપારી મંડળ દ્વારા પણ ટ્રેન ચાલુ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.