- ડાંગ જિલ્લા તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતાની નિમણૂક
- 3 તાલુકામાં વિરોધ પક્ષના નેતા નીમવામાં આવ્યા
- પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા નામો જાહેર કરાયા
ડાંગ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ભાજપ પક્ષની ભવ્ય જીત બાદ જિલ્લા તેમજ તાલુકા લેવલે ભાજપ સત્તા પક્ષે મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ડાંગ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો, પરંતુ ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની વિરોધ પક્ષ તરીકે નહિવત સમાન બેઠકો આવી હતી. આહવા, વઘઇ અને સુબિર તાલુકાની કુલ-48 બેઠકોમાંથી 41 બેઠકો ઉપર ભાજપાનાં ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી, જ્યારે ત્રણેય તાલુકા પંચાયતની 48 બેઠકો પૈકી આહવા તાલુકા પંચાયતમાં 03 બેઠકો, વઘઇ તાલુકા પંચાયતમાં 02 બેઠકો તથા સુબિર તાલુકા પંચાયતમાં 02 બેઠકો કોંગ્રેસના ફાળે આવી હતી. ત્રણેય તાલુકા લેવલે ફક્ત 7 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, ત્યારે વિરોધ પક્ષમાં રહેલા ગણ્યા ગાંઠિયા કોંગ્રેસના નેતાઓની કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લા કોંગ્રેસે આહવા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરવા બાબતે આવેદન પાઠવ્યું