- આહવાના ટીડીઓ દ્વારા મનસ્વી વહીવટ
- વિકાસકીય કામોમાં રુકાવટ ઉભી કરતાં અરજી કરાઈ
- ગ્રામપંચાયત સરપંચ દ્વારા વિકાસ કમિશનર સમક્ષ કરાઈ અરજી
આહવાઃ 14માં નાણાં પંચના કામોમાં ટીડીઓ તરફથી પે ઓર્ડર નહીં આપતાં આહવા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિકાસ કમિશનરને અરજી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિરામ રતિલાલ સાવંત દ્વારા આહવા તાલુકાના ટીડીઓ દ્વારા મનસ્વી રીતે કારોભારી ચલાવી વિકાસકીય કામોમાં ખોટી રીતના રુકાવટ ઉભી કરતાં વિકાસ કમિશનર ગાંધીનગરને અરજી કરવામાં આવી છે.
- 14માં નાણાંપંચ અંતર્ગત થતાં કામોમાં પે ઓર્ડર આપતાં નથી
અરજીમાં જણાવ્યા અનુસાર આહવા ગ્રામ પંચાયતના સરપંચ નું કહેવું છે કે ગ્રામ પંચાયત દ્વારા 2019-20 ના વિકાસનાં કામો કરવામાં આવેલ છે. સદર કામો આયોજન મુજબ આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી આહવા તરફથી 10/10/2020 તથા 28/02/2020 ના રોજ વહીવટી મંજૂરી આપવામાં આવતા પ્લાન એસ્ટીમેન્ટ મુજબ ગ્રામ પંચાયત આહવા તરફથી સમય મર્યાદા માં કામો પૂર્ણ કરેલ છે. તેમ છતાંય આહવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પે ઓર્ડર આપવામાં આવેલ નથી. પે ઓડર ન મળવાના કારણે ખરીદેલ સામાન અને રોજમદાર મજૂરોને રકમ ચૂકવણી કરવામાં આવેલ નથી.
- આહવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનસ્વી વહીવટ
14માં નાણાં પંચની મૂળ ગાઈડલાઈન મુજબ નિધિની રકમ સીધી ગ્રામ પંચાયતના ખાતામાં જમા થાય છે. તથા VDP પ્રમાણે અગ્રતાના ધોરણે જરૂરિયાત વાળા કામોની વહીવટી મંજૂરી મેળવી કામો કરી કામોની ચૂકવણી કરવાની જોગવાઈ છે. તેમ છતાંય તાલુકા વિકાસ અધિકારી દ્વારા કામો પૂર્ણતા થયેલ હોવાનું પ્રમાણપત્ર મેળવેલ હોવા છતાં પણ કામો પેટે ચૂકવણીની રકમ માટે મંજૂરી આપવામાં આવી નથી. તાલુકા વિકાસ અધિકારી આહવાની ખોટી અને મનસ્વી જીદ અને વ્યવહારના કારણે વિકાસના કામોમાં અવરોધ ઉભો થાય છે. વિકાસ અધિકારી દ્વારા અપમાનભર્યું વર્તન કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
- તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરિયાદ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી.
આહવા ગ્રામ પંચાયતમાં આગળ બાંકડા અને સ્ટ્રીટ લાઈટ અંગે ખોટા બિલ મૂકીને રકમની ઉપાડ કરવામાં આવી હતી. જે બાબતે પેમેન્ટ અટકાવવા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ બાંકડા અને સ્ટ્રીટ લાઈટનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હતું.
તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોતાના મનસ્વી વહીવટ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિકાસ કમિશનર ગાંધીનગરને અરજી કરવામાં આવી છે. જેમાં તાલુકા વિકાસ અધિકારીની પેમેન્ટ ચુકવણી માટે મંજૂરી લેવાની પ્રથા બંધ કરવાનો ઉલ્લેખ સાથે વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા ઘટતી કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના આહવા ટીડીઓના મનસ્વી વહીવટ અંગે ફરિયાદ ઊઠી, ગાંધીનગર પહોંચી ફરિયાદ - Dang
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ આહવા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિકાસ કમિશનરને ટીડીઓના મનસ્વી વહીવટી અંગે ફરિયાદ કરતી અરજી કરવામાં આવી છે. વિકાસ કામોમાં રુકાવટ પેદા કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદમાં કરવામાં આવી છે.
ડાંગ જિલ્લાના આહવા ટીડીઓના મનસ્વી વહીવટ અંગે ફરિયાદ ઊઠી, ગાંધીનગર પહોંચી ફરિયાદ