ડાંગ: પ્રાપ્ત માહિતી મુજબ કસાડબારી ગામનાં ઉંબરપાડામાં રહેતા પ્રકાશભાઇ કાશીરામભાઇ ભોયે ખેતી મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ફરીયાદમાં જણાવ્યા અનુસાર 18 જુલાઇ શનિવારના દિવસે પ્રકાશ તથા તેમના ગામના ઝુલ્યાભાઇ બન્ને ગાય અને બળદ ચરાવવા માટે જંગલમાં ગયા હતા. ગાય ચરાવી સાંજે તેઓ પરત ગામ તરફ પોતાના ઘરે આવતા હતા. તે દરમિયાન રસ્તામાં તેઓને એક નાનું પક્ષી ડાંગી ભાષામાં તેને ' લીલે ' કહે છે. તે પક્ષી જીવતું મળ્યુ હતુ. અને તે ઢોરોના ટોળામાં આવી ગયેલું હોવાથી તેને ઇજાઓ પહોંચી હતી. જેથી પ્રકાશભાઇએ પક્ષી લીલેને જમીન પરથી ઉપાડીને હાથમાં રાખ્યુ હતું.
પ્રકાશભાઇ આ પક્ષીને જંગલમાંજ મૂકી દેવાના હતાં. પરંતુ તે દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા સરકારી ગાડીમાં શિંગાણા રેંજના આર.એફ.ઓ. બીટ ગાર્ડ તેમજ અન્ય અજાણ્યા વન કર્મિઓ તેમના હાથમાં પક્ષીને જોઇ જતા સરકારી વાહન ઉભુ રાખી અને પ્રકાશભાઇને પકડી લીધા હતા. અને જાતિ વિષયક અપશબ્દો બોલવા લાગ્યા હતા.અને પ્રકાશભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ઢોરમાર માર્યો હતો.