ડાંગ/આહવાઃ પ્રાપ્ત વિગતો અનુસાર આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ આહવા ગ્રામ પંચાયતનાં સરપંચે સીસી માર્ગનાં કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરતા હોવાની જાણ થતા, આ ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ હરીરામભાઈ સાવંતે ડાંગ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં અરજી કરી તપાસની માગણી કરી હતી.
આહવામાં રસ્તાના કામમાં ગેરરીતિ, ઉપસરપંચની લેખિતમાં ફરિયાદ - ahava latest news
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ આહવા ગ્રામ પંચાયતનાં સરપંચે આહવા નગરનાં જવાહર કોલોનીનાં સીસી માર્ગનાં કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદ કરી તપાસની માગણી કરી હતી.
આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ દ્વારા જવાહર કોલોનીમાં સ્ટેટ બેંકની પાછળનાં ભાગે વિવેકાધીન જોગવાઈ યોજના હેઠળ અંદાજીત 4 લાખનાં માતબર રકમનો સીસી માર્ગનું કામ શરુ કર્યુ છે, જે માર્ગનાં કામમાં કોન્ટ્રાક્ટર અને સરપંચનાં મિલીભગતમાં નબળી કક્ષાનું માટીયુક્ત ભાટુ, નહીંવત સ્ટીલ, ઓછી જાડાયનું કોન્ક્રીટ તેમજ આરસીસી કોંક્રિટ 150 મુજબ કોંક્રિંટની જાડાઈ 75 એમ.એમની બદલે 50 એમ.એમથી ઓછીની જાડાઈ વાળો, આવી સામગ્રીનો ઉપયોગ કરી સીસી માર્ગ બનાવી વ્યાપક ગેરરીતિ આચરતા ખુદ ગ્રામ પંચાયતનાં સભ્યોએ સ્થળ પર દોડી જઇ એસ્ટીમેંટ મુજબ કામગીરી કરવાનાં સૂચનો કર્યા હતાં.