- ઝવડાના સસ્તા અનાજની દુકાન સંચાલક સામે ફરિયાદ
- ગામના યુવાનો દ્વારા વીડિયો સાથે લેખિત ફરિયાદ કરી
- વઘઇ મામલતદારે તપાસ હાથ ધરી
ડાંગ: વઘઇ તાલુકાના ઝાવડા ગામે સસ્તા અનાજની દુકાન સંચાલક દ્વારા સરકારે ગરીબ આદિવાસી લાભાર્થી ઓને નિર્ધારિત કરેલા અનાજ કરતા ઓછા પ્રમાણમાં અનાજ આપતા હોવાની ફરિયાદ સાથે ગામના યુવાનોએ દુકાન સંચાલકનો વીડિયો બનાવી વઘઇ મામલતદારને ફરિયાદ કરી હતી. ગ્રામજનોની ફરિયાદને આધારે મામલતદાર અને તેમની ટીમે ગામમાં જઈને લોકોના નિવેદન લીધા હતા.
સસ્તા અનાજની દુકાન સંચાલક ઉપર ગ્રામજનોએ ફરિયાદ દાખલ કરી
ડાંગ પુરવઠા અધિકારી પણ સ્થળ ઉપર જઈ દુકાનમાં છેલ્લા એક માસનું સ્ટોક રજીસ્ટર ચેક કરી કાર્યવાહી કરી હતી. તેમજ ફરિયાદ કરનારા યુવાન તેમજ ગામના ગરીબ લાભાર્થી એવા કાર્ડ ધારકોના જવાબ લેવાનું ચાલુ કર્યું. ગ્રામજનોની જણાવ્યા મુજબ કોરોના કાળમાં સરકારે મફતમાં અનાજ આપવાનું શરૂ કર્યું છે. ત્યાં ગરીબ આદિવાસીને ફાળવેલા અનાજ કરતાં ઓછું અનાજ આપી દુકાન સંચાલકો ગરીબના હક્કનું અનાજ બારોબાર વેચી નાખે છે.