- ડાંગ કલેકટરે 45 વર્ષથી વધુની વયના નાગરિકોને વેક્સિન લેવા અનુરોધ કર્યો
- કોરોના સામે જંગમા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અનુસાર ઘનિષ્ઠ કામગીરી હાથ ધરાઇ
- લોકોને ભય કે ગભરાટ રાખ્યા વિના વેક્સિનનો લાભ લેવા અપીલ
ડાંગ :દેશભરમા તા.11મી એપ્રિલ જ્યોતિબા ફૂલેજીના જન્મ દિવસથી લઇને તા.14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરજીના જન્મ દિવસની વચ્ચેના દિવસો દરમિયાન "વેક્સિનોત્સવ" ઉજવાઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાહન મુજબ કોરોના સામેના જંગમા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અનુસાર ઘનિષ્ઠ કામગીરી થઇ રહી છે. આ કરામગીરી કરનારાા આરોગ્ય વિભાગના પરિશ્રમી ડોક્ટરો અને હેલ્થ કેર સ્ટાફની મહેનતને સફળ બનાવવા માટે ડાંગના તમામ 45 વર્ષથી વધુની વયના નાગરિકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને વેક્સિન લેવાનો અનુરોધ ડાંગ કલેકટર એન.કે.ડામોરે કર્યો છે.
"વેક્સિનોત્સવ" કાર્યક્રમમાં જનપ્રતિનિધીઓને રસ લેવા કલેક્ટરની અપીલ
ડાંગ જિલ્લામા હાથ ધરાયેલા આ "વેક્સિનોત્સવ" કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધીઓ પણ સક્રિય રસ લઈને આ રસીકરણ અભિયાનને સફળ બનાવે તેવી અપીલ પણ ડાંગ કલેક્ટરે કરી છે. વિનામૂલ્યે આપવામા આવી રહેલી કોરોના સામે રોગ પ્રતિકારક ક્ષમતા વધારતી આ રસી લેવાથી ખાસ કોઈ આડઅસર થતી નથી. આ રસીકરણ અભિયાન અંતર્ગત પ્રથમ ડોઝ લેતા ડાંગ કલેકટર એન.કે.ડામોરે પ્રજાજનોને કોઈ પણ જાતના ભય કે ગભરાટ રાખ્યા વિના તેનો લાભ લેવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : પાટણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોરોના વેક્સિનેસન ઝુંબેશ શરૂ
રજાના દિવસો દરમિયાન પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વેક્સિનેસનનું કાર્ય શરૂ
શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાના દિવસો દરમિયાન પણ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ જણાવતા ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહે આહવાની સિવિલ હોસ્પિટલ ઉપરાંત વઘઇ, શામગહાન અને સુબિરના સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
આહવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વેક્સિનેસનના કાર્યક્રમો ચાલી રહ્યો