ડાંગ : દરબાર-૨૦૨૦ અંતર્ગત સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદન, આહવાના સભાખંડમાં ડાંગ કલેકટર એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. વહીવટી તંત્ર દ્વારા આગામી 5 માર્ચથી શરૂ થનારા ડાંગ દરબાર લોકમેળાની તડામાર તૈયારીઓ સંદર્ભે આ બેઠકમાં સમીક્ષા થઈ હતી. ડાંગ કલેકટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ ભાતીગળ ડાંગ દરબારના મેળામાં કોઇપણ જાતની કચાશ ન રહી જાય તે માટે ગ્રાસરૂટ લેવલથી જ તૈયારીઓ આરંભી દીધી છે.
આહવામાં યોજાઈ ડાંગ દરબાર સમીક્ષા બેઠક, કલેક્ટરે કરી મેળાની તૈયારીઓની સમીક્ષા - Daang Collector
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી 5 માર્ચથી શરૂ થનારા ડાંગ દરબાર લોકમેળાની તડામાર તૈયારીઓ થઇ રહી છે. ડાંગ કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ ભાતીગળ ડાંગ દરબારના મેળામાં કોઇપણ જાતની કચાશ ન રહી જાય તે માટે ગ્રાસરૂટ લેવલથી તૈયારીઓ આરંભી દીધી છે.
કલેકટર ડામોરે મેળાની તૈયારીઓની સમીક્ષા દરમિયાન સ્વચ્છતા અંગે જણાવ્યું હતું કે રંગઉપવન ગ્રાઉન્ડની સફાઇ,રંગમંચની સ્વચ્છતા, બાગબગીચા,સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવી તેમ જ આહવાનગરને સુંદર બનાવવા અધિકારી, પદાધિકારી સહિત તમામ લોકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. વધુમાં સરકારની યોજનાકીય કામગીરી નિદર્શન માટેના સ્ટોલ વ્યવસ્થા, કાયદો વ્યવસ્થાની જાળવણી,એસ.ટી.બસ વાહન વ્યવહારની વ્યવસ્થા, આરોગ્ય વિષયક,ટ્રાફિક નિયમન સુચારૂ વ્યવસ્થા બની રહે તે માટે સબંધિત અધિકારીઓએ પ્રયાસ કરવાનો રહેશે.
ડાંગ દરબારની આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી, નાયબ વન સંરક્ષક અગ્નૈશ્વર વ્યાસ લાગતાવળતગા વિભાગોના તેમ જ તમામ સમિતિના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યાં હતાં.