ડાંગઃ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીતનાં પંથકોમાં સતત 10 દિવસથી વરસાદી ઝાપટા સાથે ચોમાસાની ઋતુચક્રનો માહોલ જામતા સમગ્ર પંથકનાં વાતાવરણમાં શીતલહેર વ્યાપી ગઇ હતી. જ્યારે સાપુતારા ખાતે ધુમ્મસમય વાતાવરણ બની ગયું હતું.
ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં શિતળતાની લહેર - Rain in Dangs
ડાંગ જિલ્લમાં 10 દિવસથી વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી ગઇ હતી. જેના કારણે ગિરિમથક સાપુતારામાં ધુમ્મસમય વાતાવરણ બન્યુ હતું. ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે વરસાદી માહોલ હોવાથી ડાંગી ખેડૂતો ખેતીનાં કામ કાજમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.
![ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં શિતળતાની લહેર વરસાદી માહોલના કારણે ડાંગના વાતાવરણમાં શિતલહેર વ્યાપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:28-gj-dang-01-rain-vis-gj10029-10062020172114-1006f-1591789874-773.jpeg)
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં જૂન મહિનાનાં પ્રારંભની સાથે જ વરસાદી માહોલ જામ્યો હતો. તેવામાં ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, માંળૂગા, બારીપાડા સહિત સરહદીય ગામડાઓમાં બુધવારે સતત 10માં દિવસે પણ વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકનાં વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી ગઇ હતી.
ગિરિમથક સાપુતારા સહિત સરહદીય ગામડાઓમાં છેલ્લા 10 દિવસથી થોડા થોડા સમયાંતરે વરસાદી માહોલ જામતા ઋતુચક્રનો મિજાજ બદલાયેલો અનુભવ થઈ રહ્યો હતો. જેમાં વઘઇ તાલુકાનાં ગામડાઓમાં ગતરોજ મંગળવારે સાંજે 4 વાગ્યાથી બુધવારે સાંજે 4 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિયાન 50 મિમી અર્થાત 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણીનાં નીર ફરી વળ્યા હતા. ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે વરસાદી માહોલ જામતા ડાંગી ખેડૂતો ખેતીનાં કામ કાજમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.