- કોરોના ગાઇડલાઈ મુજબ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાશે
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંખ્યા વધી
- જિલ્લામાં 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ
ડાંગ જિલ્લામાં ધોરણ 9 અને 11ના વર્ગો ફરી શરૂ - ગુજરાતમાં શાળાઓ ફરી શરૂ
કોરોનાની મહામારીના કારણે છેલ્લા કેટલાય સમયથી બંધ શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાની ગાઇડલાઈ મુજબ ચાલુ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગની જાહેરાત બાદ ડાંગ જિલ્લામાં ધોરણ 9 અને 11ના વર્ગો ફરી ચાલુ થયા હતા.
ડાંગમાં શાળા ફરી શરૂ
ડાંગ : કોરોનાની મહામારીના કારણે સમગ્ર ગુજરાત રાજયમાં શાળાઓ ઠપ્પ થઈ ગઇ હતી. પરંતુ કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો નોંધાતા શિક્ષણ વિભાગ દ્વારા કોરોના વાઈરસની ગાઇડલાઈન મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે. આ અગાઉ માસ્ક,સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદ પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.