ગુજરાત

gujarat

ETV Bharat / state

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 1 દિવસીય ચિંતન શિબિરનું આયોજન - ડાંગ ન્યુઝ

ડાંગના તેજસ્વીની ધામ વાસુર્ણ ગામ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 1 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિરમાં જિલ્લા શિક્ષણ અધિકારી ભૂસારા સાહેબના શિક્ષક-શિસ્ત-શિક્ષિતના ઉદેશ્ય હેઠળ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

chintan-shibir-in-dang
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એક દિવસીય ચિંતન શિબિરનું આયોજન

By

Published : Feb 19, 2020, 3:05 AM IST

ડાંગ: જીલ્લાના તેજસ્વીની ધામ વાસુર્ણ ગામ ખાતેે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 1 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી ભૂસારા સાહેબ, શિક્ષણ નિરીક્ષક શ્રી કે.ડી.પરમાર, કે.એમ પરમાર, અમરસિંહ ગાગોડા સાહેબ તેમજ 265 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એક દિવસીય ચિંતન શિબિરનું આયોજન

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જીલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં આચાર્ય અને શિક્ષકગણ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભૂસારા સાહેબે જણાવ્યું હતું કે, શરીરના આત્માનું ચિંતન થાય અને પોતાનામાંથી નવા વિચારો આવે તેમજ સોનામાં સુગંધ ભળે તેમ, ચિંતન દ્વારા શિક્ષણ કાર્ય વર્ગખંડમાં ભળી જાય તે જરૂરી છે. જે શિક્ષણ કાર્ય વર્ગખંડની અંદર થાય છે. તે સુગંધિત બને અસરકારક બને તેમજ આદર્શ વિદ્યાર્થી બનવાના શિક્ષકોના પ્રયત્ન સફળ નીવડે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેજસ્વીની ધામ વાસુર્ણના સુ.શ્રી.હેતલદીદીએ ચિંતન શિબિરના કાર્યક્રમમાં શિક્ષકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સફળ જીવન જીવવા માટે પવિત્ર વિચાર હોવો જોઈએ. ચિંતન એ જ ચિંતામણી છે. એના પર ચિંતન કરશો તો જ તેનું નિરાકરણ આવશે. દરેક માનવી માનવ થાય એ જરૂરી છે. શિક્ષક પોતાના શિષ્યને સારું શિક્ષણ આપી શકે તે માટે આજીવન વિદ્યાર્થી બની રહે તે જરૂરી છે.





ABOUT THE AUTHOR

...view details