ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના યોગ ટ્રેનરોને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઓનલાઈન પ્રમાણપત્ર વિતરણ કરાયું - Dang news

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોગ ટ્રેનરોને પ્રમાણપત્રો વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા કાર્યક્રમમાં આહવા ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓનલાઈન પ્રમાણપત્ર વિતરણ
ઓનલાઈન પ્રમાણપત્ર વિતરણ

By

Published : Aug 7, 2020, 11:01 PM IST

આહવા: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરના યોગ ટ્રેનરોને પ્રમાણપત્રો એનાયત કરવાના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત આહવા સ્થિત જિલ્લા સેવા સદનના વીડિયો કોન્ફરન્સ હોલમાં ઓનલાઈન/લાઈવ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના 20 જેટલા યોગ ટ્રેનરોને જોડવામાં આવ્યા હતા.

જિલ્લા રમતગમત કચેરી તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના 20 જેટલા યોગ ટ્રેનરોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેમને જિલ્લા કલેકટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર સહિતના ઉચ્ચ અધિકારીઓના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. દરમિયાન મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ઓનલાઈન સંબોધનમાં ગુજરાતભરના ટ્રેનરોને માર્ગદર્શિત કાર્ય હતા.

ABOUT THE AUTHOR

...view details