- જિલ્લાના ગામડાઓમાં રવિવારે વાદળછાયુ વાતાવરણ
- સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લ્હેર વ્યાપી
- જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
ડાંગઃ જિલ્લામાં ઋતુચક્રના મોસમનો મિજાજ વારે ઘડી બદલાઈ રહ્યો છે. ડાંગ જિલ્લામાં ક્યારેક હિટવેવની સાથે અસહ્ય ગરમી અને બફારો જનજીવનને ત્રસ્ત કરી રહ્યો છે તો ક્યારેક વાદળછાયું વાતાવરણ ઠંડકતાની તાજગી પણ બક્ષી રહ્યુ છે.
રવિવારે બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો
જિલ્લામાં રવિવારે ગિરિમથક સાપુતારા, આહવા, સુબિર, વઘઇ તથા પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં બપોરબાદ એકાએક વાતાવરણના પલટા બાદ નિલગગન આભલામાં કાળાડિબાંગ વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર પંથકોમાં શીત લહેર વ્યાપી હતી. ડાંગ જિલ્લામાં રવિવારે વાદળછાયા વાતાવરણની વચ્ચે ગાજવીજ પણ થતા વાતાવરણ બેવડાયુ હતુ. રવિવારે ડાંગ જિલ્લામાં ચોમાસાની આગાહી વકી કરતુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.