ડાંગ: ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારનાં ગામડાંઓમાં ગુરુવારે મોડી સાંજે અચાનક વાતાવરણનાં પલટા બાદ વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડકતાની શીતળ લહેર વ્યાપી જવા પામી હતી.
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો, મોડી સાંજે વરસાદી ઝાપટાં પડયા
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારનાં ગામડાંઓમાં ગુરુવારે મોડી સાંજે અચાનક વાતાવરણનાં પલટા બાદ વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડકતાની શીતળ લહેર વ્યાપી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ઘણા લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લેતા ડાંગી તાત ડાંગરની કાપણીનાં કામમાં જોતરાયો હતો. ડાંગ જિલ્લામાં ગુરુવારે દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો. તેવામાં ગુરુવારે મોડી સાંજે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, માલેગામ,ગલકુંડ, શામગહાન,સહિત સરહદીય પંથકનાં ગામડાંઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી. ડાંગ જિલ્લાનાં આહવા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે અમુક ગામડાંઓમાં વરસાદી ઝાપટા પડતા ડાંગરની કાપણીમાં વ્યસ્ત ખેડૂતો ચિંતાતુર સ્થિતિમાં જોવા મળ્યા હતા.