ડાંગ: જિલ્લાના પ્રવેશદ્વાર વધઇ ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આઈ.સી.ડી.એસ.ના પ્રતિનિધિ, વર્લ્ડ વિઝનના મેનેજર, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બાળલગ્ન, બાળયૌન શોષણ, કુપોષણ અને પોષણ જેવા વિષયો અંગે મહત્વની માહિતી ખેડૂત બહેનો અને આંગણવાડી બહેનોને આપી હતી. જેમાં પોષણ અને મહિલા જાગૃતિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જે આંગણવાડી વર્કરોએ પ્રસંશનીય કાર્ય કર્યું હતું, તેમને ન્યુટ્રીશન કીટ આપી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત કાર્યક્રમમાં હાજર આંગણવાડીની બહેનો અને ખેડૂત બહેનોને ન્યુટ્રીશન કીટ અને શાકભાજીના ધરુનું વિતરણ કે.વિ.કે. વઘઇ કેન્દ્ર તરફથી કરવામાં આવ્યું હતું.