ડાંગ: કોરોના સંક્રમણને ધ્યાને લેતા રાજ્ય સમસ્તમાં ખુબ જ સાદગીથી યોજાયેલા સ્વતંત્રતા દિવસ ઉજવણી કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લામાં જિલ્લા કલેક્ટર એન. કે. ડામોરે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ, પરેડ નિરીક્ષણ કરી પ્રજા જોગ ઉદ્દબોધન કર્યું હતું. 'જાન ભી, ઓર જહાન ભી'ના સૂત્રને ચરિતાર્થ કરવાના સહિયારા પ્રયાસોની હિમાયત કરતા જિલ્લા કલેક્ટરે ડાંગ જિલ્લાની વિકાસકૂચની ટૂંકમાં ઝાંખી રજૂ કરી હતી.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાની હથિયારી પોલીસ ટુકડી, ફોરેસ્ટ ફોર્સના જવાનો, હોમગાર્ડ યુનિટ, ગ્રામ રક્ષક દળ, અને પોલીસ બેન્ડ દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે દેશભક્તિ ગીતોના સંગીતે વાતાવરણને જોમવંતુ બનાવ્યું હતું.
ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનું કલેક્ટર એન. કે. ડામોર દ્વારા જાહેર સન્માન, અભિવાદન કરાયું આ કાર્યક્રમ અંતર્ગત ડાંગના બે અનમોલ રતન એવા આંતરરાષ્ટ્રીય રમતવીરો સહિત આરોગ્ય વિભાગના 34 જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનું કલેક્ટર એન. કે. ડામોર દ્વારા જાહેર સન્માન, અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું.
પોલીસ બેન્ડ દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી ડાંગ પોલીસના જવાનો દ્વારા 21 રાયફલની સલામી સાથે હર્ષ ધ્વની કરી, રાષ્ટ્રધ્વજને બાઅદબ સલામી આપવામાં આવી હતી. કલેક્ટરે વરસતા વરસાદમાં ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જેમની સાથે જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા જોડાયા હતા.