ડાંગમાં આદિવાસીઓના તેરા તહેવારની ધામધૂમથી ઊજવણી કરી - Dang
ડાંગઃ જિલ્લાના આદિવાસીઓ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવાતો અખાત્રીનો તહેવાર એટલે આદિવાસીઓ દ્વારા ઉગાડવામાં આવેલું ધાન્ય ધરૂ છે કે પાતળુ તેના પરથી ખેતી માટે તેઓનુ વર્ષ કેવું હશે તેનુ અનુમાન લગાવવામાં આવે છે. આ તહેવાર ખેતી માટે અખાત્રી પણ કહેવાય છે. અખાત્રી એટલે ખેતીની ખાત્રી કરવાનો ઉત્સવ છે. ત્યાર પછી તરત જ 2 મહિના પછી અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર તેરા છે.
![ડાંગમાં આદિવાસીઓના તેરા તહેવારની ધામધૂમથી ઊજવણી કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3771084-thumbnail-3x2-dang.jpg)
ડાંગમાં આદિવાસીઓના તેરા તહેવારની ઉજવણી કરી
વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદ (તેરા નામના કંદ)ને લીલા રંગના સુંદર મોટા પાન આવે છે. જે રાન આળુનો એક પ્રકાર છે. ડાંગના દરેક ભાગમાં આ આળુ થાય છે. જેઠ સુદ પૂનમ એટલે વટસાવિત્રી આ પૂનમથી વરસાદ શરૂ થાય છે, એવી સામાન્ય રીતે ગણતરી રહે છે અને ધીરેધીરે વરસાદનું પ્રમાણ વધતુ જાય છે. આળુના કંદને ફણગો થઈ પાન આવતા લગભગ 15-20 દિવસ સહેજ વિતી જાય છે. આમ,તેરા પર્વ અષાઢ માસની અમાસે આવે છે.
ડાંગમાં આદિવાસીઓના તેરા તહેવારની ઉજવણી કરી