નમામિ દેવી નર્મદે મહોત્સવની આહવા ખાતે ધામધુમથી ઉજવણી. - નમામિ દેવી નર્મદે
ડાંગઃ મુખ્ય મથક આહવા (તળાવ) ખાતે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી આર.સી.પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી, તાલુકા પ્રમુખ નરેશભાઈ ગવળી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલે કુદરતી સંપત્તીથી ભરપૂર ડાંગના જિલ્લાના લોકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આપણાં ગુજરાતની સરહદે સુંદર જંગલોની સાચવણી અહીંના લોકોએ કરી છે. આજે ગ્લોબલ વોર્મિંગ સામે આપણે જનજાગૃતિથી પર્યાવરણ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મ દિવસ છે અને નર્મદા નદી ઉપર આવેલો સરદાર સરોવર ડેમ પણ ૧૩૮ મીટર છલકાઇ ઉઠયો છે. જે આપણાં સૌના માટે આનંદનો દિવસ છે. નર્મદાના નીર આજે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પહોંચ્યા છે અને પાણીની સમસ્યા દૂર થઇ છે. હવે અહી઼ સ્થાયી થયેલા લોકો પણ પાછા માદરે વતન પ્રયાણ કરી રહયા છે.