ગુજરાત

gujarat

ETV Bharat / state

આહવામાં ડિજીટલ ઈન્ડિયા દિવસની કરાઇ ઉજવણી

ડાંગઃ જિલ્લાના આહવામાં ડિજીટલ ઈન્ડિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા સેવા સદન આહવામાં નેશનલ ઈન્ફોર્મેશન સેન્ટરના ઉપક્રમે ડિજીટલ ઈન્ડિયા અંતર્ગત ડિજીટલ પેમેન્ટ્સ, નેટબેંકિગ વિષયે મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી.

By

Published : Jul 3, 2019, 2:50 AM IST

આહવામાં ડિજીટલ ઈન્ડિયા દિવસની કરાઇ ઉજવણી

ડિજીટલ ઈન્ડિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાોને તાલીમ પણ આપવામાં આવી હતી. આ તાલીમમાં N.I.C ઓફિસર સંદિપ ધવલે તાલીમાર્થી બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે UPI, BHIM એપ્લીકેશન દ્વારા નાણાંની ચૂકવણી સલામત રીતે કરી શકાય છે. આપણે સંપૂર્ણ કેશલેસ વ્યવહારની દિશામાં આગળ વધી રહયા છીએ ત્યારે ડિજીટલ યુગમાં સાવધાની રાખવી પણ એટલી જ અગત્યની છે. અને કોમ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરીએ ત્યારે એન્ટીવાયરસ પ્રોગ્રામ પણ નાખવો એટલો જ જરૂરી છે.

આહવામાં ડિજીટલ ઈન્ડિયા દિવસની કરાઇ ઉજવણી

ડિજીટલ ઈન્ડિયા ઉજવણીના આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના મેનેજર માનસિંગભાઈ ચૌધરી, આઈ.સી.આઈ.સી.બેંકના વિજય વિચારે, પરેશભાઈ, માનસભાઈ, સખીમંડળના બહેનો, મહિલા સામખ્યના બહેનો, દીપ દર્શન માધ્યમિક શાળાના વિઘાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.

ABOUT THE AUTHOR

...view details