- જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે દાવેદારી ફોર્મ ભરાયા
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો થયો હતો વિજય
- જિલ્લા પંચાયતની 17 અને તાલુકા પંચાયતની 41 બેઠકમાં ભાજપનો થયો હતો વિજય
ડાંગઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. ભાજપ પક્ષના ઉમેદવારોની બહુમતી હોવાથી જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપ સતા સંભાળશે. 15 માર્ચનાં રોજ ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ પદો માટે પસંદગીની લિસ્ટ જાહેર કરી હતી. ભાજપના પાર્ટી પ્રમુખના જણાવ્યાં અનુસાર સર્વાનુમતે પસંદગીના ઉમેદવારોને વ્હીપ આપવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે દાવેદારી ફોર્મ ભરાયા આ પણ વાંચોઃ ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ માટે ભાજપ કોંગ્રેસ બંન્નેએ ફોર્મ આપ્યા
જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ માટે દાવેદારી નોંધાવી
ડાંગ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા પાસે ડાંગ જિલ્લા પંચાયતની કોશિમદા બેઠક ઉપરથી ભાજપનાં મેન્ડેડ ઉપર જીત મેળવનારા મંગળ ગંગાજી ગાવીતે પ્રમુખ પદ માટે, નિર્મળાબેન ગામીતે ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ રજૂ કરી દાવેદારી નોંધાવી હતી. જયારે આહવા તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી એસ.ડી.તબીયાર પાસે આહવા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે કમળાબેન રાઉત, ઉપપ્રમુખ પદ માટે દેવરામ જાદવે ઉમેદવારી ફોર્મ રજૂ કરી દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત વઘઇ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ માહલા પાસે વઘઇ તાલુકાનાં પ્રમુખ પદ માટે શકુંતલાબેન પવાર, ઉપપ્રમુખ પદ માટે બળવંત દેશમુખે ઉમેદવારી ફોર્મ રજૂ કરી દાવેદારી નોંધાવી હતી. સુબિર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ પાસે સુબિર તાલુકા પંચાયતનાં પ્રમુખ પદ માટે બુધુ કામડી, ઉપપ્રમુખ પદ માટે પ્રીતિબેન ગામીતે ઉમેદવારી ફોર્મ રજૂ કરી દાવેદારી નોંધાવી હતી.
ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે દાવેદારી ફોર્મ ભરાયા જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સામાન્ય સભા
હાલમાં જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદના દાવેદારી માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પાસે દરખાસ્ત મુકનારા કે ટેકેદાર પણ ન રહેતા કોંગ્રેસ પાર્ટીએ એકલ દોકલ અલ્પ સંખ્યાના કારણે દાવેદારી કરવાનું ટાળ્યુ છે. બુધવારે ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકાનાં પ્રમુખ પદ સહિત ઉપપ્રમુખ પદ માટે માત્રને માત્ર ભાજપાના દાવેદારોએ જ દાવેદારી નોંધાવી છે. ડાંગ જિલ્લામાં ગુરુવારે જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતનાં પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદોની સર્વાનુમતે વરણી કરવાનાં હેતુથી સામાન્ય સભાની બેઠક બોલાવામાં આવી છે. જેમાં આ દાવેદારો પોતાની દાવેદારી માટેનાં વિશ્વાસ મત પ્રાપ્ત કરી જિલ્લા અને તાલુકામાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદનો હોદો મેળવી સતા સંભાળશે.