ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં લોકડાઉન પાર્ટ-4માં છૂટછાટ મળવાની સાથે એસ.ટી બસ સેવાઓ ચાલુ થતા લોકોએ રાહત અનુભવી - ડાંગ કોવિડ-19

ડાંગ જિલ્લો કોરોના મુક્ત બનતા લોકડાઉનનાં પાર્ટ-4માં જિલ્લા કલેક્ટર દ્વારા ગતરોજ જાહેરનામું બહાર પાડીને જિલ્લાવાસીઓને અમુક છુટછાટો આપવામાં આવી છે. બુધવારેથી મોટાભાગની દુકાન ચાલુ રાખવાનાં સમયમાં વધારો સાથે જ બસ સેવાઓ ચાલુ કરાતા ડાંગી જનજીવન હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યું છે.

Bus service starts in dang district
ડાંગ જિલ્લામાં લોકડાઉન પાર્ટ-4માં છૂટછાટ મળવાની સાથે એસ.ટી બસ સેવાઓ ચાલુ

By

Published : May 20, 2020, 4:12 PM IST

ડાંગઃ ડાંગ જિલ્લો કોરોના મુક્ત બનતા લોકડાઉનનાં પાર્ટ-4માં જિલ્લા કલેક્ટર દ્વારા ગતરોજ જાહેરનામું બહાર પાડીને જિલ્લાવાસીઓને અમુક છુટછાટો આપવામાં આવી છે. બુધવારેથી મોટાભાગની દુકાન ચાલુ રાખવાનાં સમયમાં વધારો સાથે જ બસ સેવાઓ ચાલુ કરાતા ડાંગી જનજીવન હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યું છે.

ડાંગ જિલ્લામાં લોકડાઉન પાર્ટ-4માં છૂટછાટ મળવાની સાથે એસ.ટી બસ સેવાઓ ચાલુ

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં લોકડાઉન પાર્ટ-4 જાહેર થતા ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.ડામોર દ્વારા જાહેરનામું બહાર પાડીને પ્રજા માટે અમુક આવશ્યક સેવાઓ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે ચાલુ કરવામાં આવેલી છે.

  • કલેક્ટરનાં જાહેરનામા અનુસાર રોજેરોજ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ડાંગ જિલ્લામાં આવેલ પ્રોવિઝનલ સ્ટોર્સ,અનાજ કરિયાણાની દુકાનો,દુધ, ડેરી પાર્લર, શાકભાજીની દુકાનો,સ્ટેશનરી,ઝેરોક્ષની દુકાનો,ઇલેકટ્રીક શોપ,મેડીકલ સ્ટોર્સ,હેર કટીંગ સલુન,બ્યુટીપાર્લર,હાર્ડવેર, બિલ્ડીંગ મટીરીયલ્સ,ઓટો ગેરેજ,પંક્ચરની દુકાન,મીઠાઇ ફરસારણ તથા ચાની દુકાન(ફક્ત પાર્સલ સેવા) ફોટો સ્ટુડિયો,તથા પાન-ગલ્લા દરરોજ ચાલુ રાખી શકાશે.
  • મોબાઇલની દુકાનો,ઇલેકટ્રોનિક્સની દુકાનો,સાયકલની દુકાનો,ઓટોમોબાઇલ્સની દુકાનો સોમવાર,બુધવાર અને શુક્રવારનાં રોજ ચાલુ રાખી શકાશે.
  • રેડીમેઇડ કપડાની દુકાનો,કાપડની દુકાનો,બુટ ચંપલની દુકાનો,દરજીની દુકાનો,પ્રિન્ટીંગ પ્રેસ,ચશ્માની દુકાનો,ફેબ્રીકેશન,ફર્નિચરની દુકાનો,ગીફ્ટની દુકાનો,જ્વેલરીની દુકાનો,મંગળવાર,ગુરૂવાર અને શનિવારના રોજ ચાલુ રાખી શકાશે.

આ સાથે જ જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સીંગનાં પાલન સાથે બસ સેવાઓ ચાલુ થતા ડાંગી જનજીવનમાં આનંદની લાગણી ફેલાઇ છે. અગાઉનાં લોકડાઉનનાં ત્રણ તબક્કાઓમાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને કોઇ પણ ઓફિસ કચેરી કે બજારમાં જવા માટે વાહનની સુવિધાઓ ન હોવાથી ભારે મુશ્કેલીઓ અનુભવતા હતા. જે હવે લોકડાઉનનાં ચોથા તબ્બકામાં બસ સેવાઓની સાથે દુકાનોની સમય મર્યાદામાં સવારનાં 8 થી સાંજે 4 સુધીનો સમય ફાળવાતા લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.

આ બાબતે ડાંગ જિલ્લા એસટી ડેપો મેનેજર દ્વારા જણાવ્યું હતુ કે, લોકડાઉન પાર્ટ -4માં સરકારની ગાઈડલાઈન મુજબ ડાંગ જિલ્લો કોરોનામુક્ત બનતા અને જિલ્લાના લોકોને હાડમારી વેઠવાની નોબત ન પડે તે માટે તકેદારીનાં પગલા સાથે બુધવારેથી જિલ્લાનાં આહવા-સાપુતારા,વઘઇ-આહવા, આહવા-સુબીર, મહાલ-આહવા,વઘઇ-સાપુતારા જેવા મુખ્ય રૂટો ઉપર એસટી સેવા સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ કરાઈ છે.ડાંગ જિલ્લાનાં મુખ્ય માર્ગો ઉપર દિવસ દરમિયાન કુલ 64 ટ્રીપ દોડાવવામાં આવશે.વધુમાં એસટી બસમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે માટે 60 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details