ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિના બન્ને ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા - Agricultural Produce Market Committee

ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ આહવા ડાંગનાં ચેરમેન તરીકે વિજય પટેલ બિનહરીફ ચૂંટાયા હતા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશ ભોયેની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

ડાંગ ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ
ડાંગ ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ

By

Published : Dec 28, 2020, 9:48 PM IST

  • ડાંગ ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિના બન્ને ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા
  • ચેરમેન તરીકે વિજય પટેલ અને વાઈસ ચેરમેન તરીકે દિનેશ ભોયેની વરણી
  • ચેરમેન અને વાઈસ ચેરમેનની ટર્મ પુરી થતાં ચૂંટણી યોજાઈ

ડાંગ/આહવા: ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ આહવા ડાંગનાં ચેરમેન તરીકે વિજય પટેલ બિનહરીફ ચૂંટાયા હતા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશ ભોયેની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડાંગ જિલ્લા માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ટર્મ પુરી થતા ચૂંટણી યોજવામાં આવી હતી. ચરેમેન તરીકે જિલ્લાના ધારાસભ્યની વરણી કરવામાં આવી.

મળતી માહિતી મુજબ રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડાંગ જિલ્લા માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ટર્મ પુરી થતાં નવા ટર્મનાં ચેરમેન અને વાઈસ ચેરમેન માટે નાયબ નિયામક ખેત બજારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ આહવા ડાંગનાં ચેરમેન તરીકે ધારાસભ્ય વિજય પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે વાઈસ ચેરમેન તરીકે દિનેશ ભોયેની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અહીં નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનને ખેતીવાડી ઉતપન્ન સમિતિનાં સભ્યો સહીત પદાધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details