- આહવા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
- આહવાના ડાંગ દરબાર હોલ ખાતે રક્તદાન કેમ્પમાં 37 યુનિટ રક્ત એકત્ર કરાયું
- કલેક્ટર એન.કે. ડામોરે રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવ્યો
ડાંગઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના 65માં જન્મદિવસ સહિત રાજ્ય સરકારના 4 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીમાં આહવા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેનો પ્રારંભ ડાંગ કલેક્ટર એન.કે.ડામોરે કરાવ્યો હતો.
વલસાડ રક્તદાન કેન્દ્રના ભવેશ રાયચા તથા તેમની ટીમના સહયોગથી આયોજિત આ રક્તદાન કેમ્પમાં 37 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત રક્તદાન કેમ્પની મુલાકાતે કલેક્ટર સહિત જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, અધિક કલેક્ટર કે.જિ.ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.
તે દરમિયાન આહવાના સરપંચ હરિરામ સાવંત સહિત યુવા કાર્યકરો સર્વ સંજય પાટીલ, નકુલ જાદવ અને તેમની ટીમ, સ્વામી વિવેકાનંદ યુવા મંડળના સ્વયંસેવકોઓ દિવસ દરમિયાન તેમની ભૂમિકા નિભાવી હતી.