પૂર્ણા નદી કિનારે આવેલા પુરણેશ્વર મહાદેવ મંદિરમાં લોકોની શ્રદ્ધા અખૂટ છે, જેનું કારણ છે કે, પુરણેશ્વર મહાદેવ મંદિર નજીક એક પાંચ ફૂટનો કૂવો આવેલો છે. જે કૂવો ક્યારેય ખાલી થતો નથી, જેનું પાણી અખૂટ છે અને તેના કરતાં પણ વધારે અહીં આવતાં ભક્તોની પુરણેશ્વર મહાદેવ પર શ્રદ્ધા અખુટ છે.
પૂર્ણા નદીને કિનારે આવેલા પુરણેશ્વર મહાદેવનો મહિમા - પૂર્ણા નદી
ડાંગ: જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી ગામમાં પૂર્ણા નદીનું ઉદગમસ્થાન છે. આ નદીના કિનારે આવેલા મંદિરને પુરણેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. સત્વયુગનાં દેવ લોકોના હાથે બનેલ પુરણેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ અનોખો છે. ડાંગી ભાષામાં જેને ટખાટી લોકો કહેવામાં આવતા કે, જેઓની ઊંચાઈ સામાન્ય માનવી કરતાં ખૂબ જ વધુ પડતી હોય તે લોકો દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ અંગે મંદિરના પૂજારીનું કહેવું છે કે...
પૂર્ણા નદીને કિનારે આવેલા પુરણેશ્વર મહાદેવનો મહિમા
જ્યાં આસ્થા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર હોતી નથી. ભાવિક ભક્તોને ભગવાન ના આકાર વાળા પથ્થરમાં પણ શિવ જ દેખાય છે. અહીં ભોળાનાથના દર્શન માત્રથી ભક્તોની બિમારીઓ દૂર થાય છે. તેથી અહીં આવતાં ભક્તો પુરણેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.