- ચીંચલી ગામે પાણી બાબતે ભાજપ કાર્યકરો અને ગ્રામજનો સામસામે
- કોંગ્રેસના તાલુકા સદસ્ય મધ્યસ્થી થયા
- રોષે ભરાયેલા ભાજપના કાર્યકરોએ પાણીની પાઇપલાઈન તોડી નાખી
ડાંગઃ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી ગામે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ પંચાયતની પાઇપલાઇન તોડીને વેરવિખેર કરી નાખી છે. ચીંચલી ગામે બુધવારે લોકોમાં બોર ઉતારવા માટેની અસમંજસ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સામસામે આવી ગયા હતા.
ભાજપના કાર્યકર્તાઓની પોતાના ઘરે બોર ઉતારવાની કરી હતી માગ
ભાજપના કાર્યકર્તાઓની માગ હતી કે, પોતાના ઘરે બોર ઉતારવામાં આવે જ્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જ્યાં સૌ કોઈપણ પાણી સહેલાઈથી મેળવી શકે તેવી જગ્યાએ બોર ઉતારવામાં આવે પરંતુ ભાજપના કાર્યકર્તાઓ પોતાની મનમાની ઉપર ઉતરી રાતોરાત ગ્રામ પંચાયતની પાઇપલાઇન તોડી નાખી હતી.
આ પણ વાંચોઃ બાવળાના સરલા ગામે ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીનો કકળાટ