ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ પક્ષ દ્વારા બૂથ લેવલે બેઠકો શરૂ - Dang BJP party

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. ત્યારે ભાજપ દ્વારા બેઠકો કબ્જો કરવા તનતોડ મહેનત શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી ઇન્ચાર્જ ગણપત વસાવા, અશોક ધોરાજીયાની આગેવાનીમાં વિસ્તારમાં બૂથ લેવલે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ પક્ષ દ્વારા બૂથ લેવલે બેઠકો શરૂડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ પક્ષ દ્વારા બૂથ લેવલે બેઠકો શરૂ
ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ પક્ષ દ્વારા બૂથ લેવલે બેઠકો શરૂ

By

Published : Jan 24, 2021, 11:00 PM IST

  • ડાંગમાં ભાજપ દ્વારા ઓટલા બેઠકોનું આયોજન
  • ભાજપ દ્વારા શામગહાન જિલ્લા પંચાયતની ચૂંટણી માટે બેઠકનું આયોજન
  • ભાજપ પક્ષ દ્વારા બેઠકોમાં સરકારની કામગીરી વિશે ચર્ચા કરાઇ

ડાંગ : રાજ્યની 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે દરેક પક્ષ પોતાના પાયાના કાર્યકરોને માઇક્રોપ્લાનિંગ સાથે જોડી ચૂંટણી રણનીતિમાં જોડાઇ ગયા છે. ડાંગ જિલ્લામાં ગત એક મહિનાથી અગાઉથી દરેક બૂથ લેવલે ગામડાઓમાં ઓટલા બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.

ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ પક્ષ દ્વારા બૂથ લેવલે બેઠકો શરૂ

ભાજપ ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા શામગહાન જિલ્લા પંચાયતની બેઠકો યોજાઇ

રવિવારના રોજ ડાંગ જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અશોક ધોરાજીયા દ્વારા સામગહાન, માલેગામ, જાખાના, કોટમદર, ગલકુંડ ,વિસ્તારના બૂથ પર ઓટલા બેઠકો યોજી હતી. જેમાં ભાજપ સરકારની અનેકવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. આ બેઠકોમાં હાજર રહેલા ગ્રામજનો સરકાર દ્વારા આપવામાં આવેલા યોજનાઓ અને આવનારા સમયમાં બાકી રહી ગયેલા લાભાર્થીઓને લાભો પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ભાજપ પક્ષ દ્વારા દરેક બૂથ લેવલે મજબૂત સંગઠન

ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસી નેતાઓ સહિત કાર્યકરોને ભાજપનો ખેશ ધારણ કરાવતા કોંગ્રેસ ગઢમાં ગાબડુ પડ્યું હતું. જેને પગલે વિધાનસભામાં ભાજપને ભવ્ય જીત મળી હતી. વિધાનસભાની ચૂંટણી બાદ પણ કોંગ્રેસના કદાવર નેતાઓને કેસરિયો ધારણ કરાવવાનો સીલસીલો યથાવત રહ્યો છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા સાથે જ ભાજપના કાર્યકરો દ્વારા દરેક બૂથ લેવલે પાયાનાં કાર્યકર્તાઓનાં સહકારથી બેઠકો યોજવાનું શરૂ કરી દીધું છે. આ બેઠકો દરેક બૂથ લેવલે ભાજપ પક્ષને મજબૂત સંગઠન બનાવી રહ્યું છે. તેમ ભાજપ નેતાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details