ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ ડાંગ બેઠકમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની બહુમતી સાથે જીત - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલનો પ્રચંડ બહુમતી સાથે વિજય થયો છે. આ સાથે જ કોંગ્રેસના ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવીતને શોભાના ગાંઠિયા સમાન મત મળતા ડાંગ કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ ડાંગ બેઠકમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની બહુમતી સાથે જીત
પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ ડાંગ બેઠકમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની બહુમતી સાથે જીત

By

Published : Nov 11, 2020, 3:55 AM IST

  • ડાંગ જિલ્લા વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર
  • કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડુ પડતા સૂર્યકાંત ગાવીતની હાર
  • ડાંગ કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો
  • ભાજપ ઉમેદવાર વિજય પટેલની 59,474 મતે જીત
    ભાજપના ઉમેદવાર વિજય પટેલની બહુમતી સાથે જીત

ડાંગઃ રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. ડાંગ જિલ્લામાં ભાજપને ફક્ત એકવાર જીત મળી હતી અને ગત ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવારની નજીવા મતોથી હાર થતી હતી, ત્યારે આ વિધાનસભાની પ્રથમ વખત યોજાઈ રહેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલને પ્રચંડ બહુમતી સાથે વિજય મળ્યો છે.

વિજય પટેલને 5મી વખત મળી ટિકિટ, 2 વખત જીત

વિજય પટેલ ગત 5 ટર્મથી દાવેદારી કરતા આવ્યા છે. જેમાં બીજી વખત તેમને જીત મળી છે. સોમવારે વિજય પટેલે જીતનો દાવો કર્યો હતો અને જેમાં તેમને સફળતા મળી છે. જેથી ભાજપના કાર્યકર્તાઓએ વિજય પટેલની જીતની ફટાકડા ફોડી ઉજવણી કરી હતી, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવીતની કરારી હાર થતાં કોંગ્રેસની છાવણીમાં સન્નાટો જોવા મળ્યો હતો.

ભાજપના ઉમેદવાર વિજય પટેલની બહુમતી સાથે જીત

ડાંગ કોંગ્રેસના પ્રભારી અજય ગામીત અને નેતા ગૌરવ પંડ્યાના નેતૃત્વ ઉપર સવાલ

ડાંગ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ થોડા સમયથી ડાંગ જિલ્લાની કોગ્રેસ પક્ષની કમાન પ્રભારી અજય ગામીત અને ગૌરવ પંડ્યાને સોંપાતા આ બન્ને નેતાઓની નબળી નેતાગીરીના પગલે ડાંગ જિલ્લામાં કોંગ્રેસનાં ઉમેદવાર સૂર્યકાંત ગાવીતને કારમો પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. જેમાં ગૌરવ પંડયાએ ડાંગ જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા ચંદર ગાવીતની અવગણના કરી સૂર્યકાંત ગાવીત ઉપર પસંદગીની મહોર ઢોળતાં મંગળવારે આ બન્ને નેતાઓને નિષ્ફળતા ભોગવવાનો વારો આવ્યો છે.

ભાજપ ઉમેદવારની જીત બાદ કાર્યકતાઓમાં ખુશી

ડાંગ ભાજપના ઉમેદવાર વિજય પટેલ પ્રથમ વખત એકતરફી પ્રચંડ મતોથી વિજય થતાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી આહવા નગરમાં ભવ્ય રેલી કાઢી હતી.

ભાજપના ઉમેદવાર વિજય પટેલની બહુમતી સાથે જીત

ભાજપની મહેનત ડાંગમા ફળી

ડાંગ જિલ્લા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા, ચૂંટણી પ્રભારી પુર્ણેશ મોદી, અશોક ધોરાજીયા સહિત નેતાઓએ ડાંગ જિલ્લાના છેવાડાનાં મતદાતાઓ સુધી પહોંચી ભાજપને મત આપી વિકાસનું સૂત્ર સાર્થક કરવા માટે અપીલ કરી હતી. આ સાથે જ દરેક જિલ્લા, તાલુકા, ગ્રામપંચાયત દીઠ સભાઓ ગજવી મતદાતાઓને રિઝવ્યા હતા. મંગળવારે ભાજપના ઉમેદવાર વિજય પટેલ પ્રચંડ મતોથી વિજય થતાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા, પુર્ણેશ મોદી અને અશોક ધોરાજીયાની મહેનત ફળી હતી.

ABOUT THE AUTHOR

...view details